🌺મા. શિક્ષણ બોર્ડ દ્વારા શાળાઓ માટે નવા વર્ષનું સમયપત્રક જાહેર સમગ્ર શૈક્ષણિક વર્ષમાં કુલ ૧૭ જાહેર રજા, પાંચ જોડિયા રજા
➡માહિતી -જે કે કોરિયા
Saturday, 09 Jun,
👉🏻પ્રથમ સત્રમાં ૧૧૬, દ્વિતીયમાં ૧૩૧ મળી વર્ષમાં કામકાજના ૨૪૭ દિવસ
👉🏻વડોદરા ઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ ૨૦૧૮-૧૯ માટેના વર્ષભરના સમયપત્રકની જાહેરાત કરાઈ છે.
👉🏻તા. ૧૧ જૂનથી રાજ્યમાં શરૃ થતાં નવા વર્ષના કુલ ૩૬૫ દિવસ પૈકી પ્રથમ સત્રમાં કામકાજના ૧૧૬ તેમજ દ્વિતીય સત્રમાં ૧૩૧ મળીને કુલ ૨૪૭ દિવસો હશે.
👉🏻વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓને બાવન રવિવાર ઉપરાંત ૧૭ જાહેર રજાઓ તથા દિવાળી વેકેશનની ૨૧ અને ઉનાળુ વેકેશનની ૩૫ રજા મળશે.
👉🏻 માર્ચ-૨૦૧૯માં ધોરણ ૧૦ અને ૧૨ સાયન્સ-કોમર્સની બોર્ડની જાહેર પરીક્ષા ૭ માર્ચથી શરૃ થશે.
👉🏻પ્રથમ સત્રમાં તહેવારોની રજા ઉપરાંત કામકાજના દિવસ ઓછા હોવાથી તે ટૂકંુ રહેશે.
👉🏻જ્યારે બીજા સત્રમાં તહેવારોની રજા ઓછી હોવા ઉપરાંત દિવસો વધારે હોવા તથા ર્વાિષક પરીક્ષા, ર્વાિષકોત્સવની ઉજવણી, સ્પોર્ટ્સ ડે, સ્કૂલ પિકનિકને કારણે લાંબું તેમજ કામકાજથી ભરપૂર રહેશે.
👉🏻સમય પત્રક અનુસાર વિદ્યાર્થીઓને પાંચ જોડિયા રજા માણવા મળશે.
નવરાત્રીમાં વેકેશન રાખવું કે નહીં તે અંગે અવઢવ
👉🏻રાજ્યની તમામ યુનિર્વિસટીઓમાં પ્રવેશ, પરીક્ષા અને વેકેશનમાં એકસૂત્રતા જળવાય તે હેતુથી રાજ્યના ઉચ્ચ શિક્ષણ વિભાગે કોમન કેલેન્ડર બનાવ્યું છે.
👉🏻જે અંતર્ગત પ્રથમ સત્રમાં ૯૫ તેમજ દ્વિતીય સત્રમાં ૧૦૨ દિવસનું શૈક્ષણિક કાર્ય નિયત કરવાની સાથે સાત દિવસનું નવરાત્રી વેકેશન જાહેર કર્યું છે. 👉🏻કોલેજોને પગલે હવે શિક્ષણ વિભાગ સ્કૂલોમાં નવરાત્રી વેકેશન જાહેર કરવા બાબતે વિચારણા કરે છે કે કેમ તે જોવાનું રહ્યું.
👉🏻જોકે એક જાણકાર શિક્ષક અગ્રણીનું કહેવું છે કે, સ્કૂલોમાં નવરાત્રી વેકેશન હોતું જ નથી. જેથી સરકાર તેવી જાહેરાત કરે તેની શક્યતા ઓછી છે.
🏵સમગ્ર વર્ષના શૈક્ષણિક સમયપત્રક પર નજર
📌ધો. ૧૦ અને ૧૨ની પૂરક પરીક્ષા ૬ થી ૯ જૂન સુધી
📌ધો. ૯, ૧૦, ૧૧, ૧૨ માટે પ્રથમ કસોટી
તા. ૧૯થી ૩૦ ઓક્ટો.
📌ધો. ૧૦,૧૧ અને ૧૨ની પ્રિલિમ-દ્વિતીય કસોટી ૨૮ જાન્યુ.થી ૬ ફેબ્રુ.
📌ધોરણ ૯ માટે પ્રખરતા શોધ કસોટી તા. ૭ થી ૯ ફેબ્રુ. દરમિયાન
📌ધો. ૧૦ અને ૧૨ની શાળાની પ્રાયોગિક પરીક્ષા તા.૧૨થી ૧૪ ફેબ્રુ.
📌ધોરણ ૧૨ની વિજ્ઞાાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષા તા. ૧૫થી ૧૮ ફેબ્રુ. દરમિયાન
📌ધો.૧૦ અને ૧૨ સાયન્સ-કોમર્સની બોર્ડની પરીક્ષા તા.૭થી ૨૩ માર્ચ દરમિયાન
📌ધોે. ૯ અને ૧૧ની શાળાકીય ર્વાિષક પરીક્ષા તા. ૮થી ૧૬ એપ્રિલ દરમિયાન🌺🏵