પ્રકરણ 1 આપણો ભવ્ય વારસો heritage of INDIA
વિશ્વમાં એશિયા ખંડ વિસ્તાર અને જન સંખ્યાની દ્રષ્ટિએ સૌથી મોટો ખંડ છે, એશિયા ખંડમાં ભારત દેશ વિશાળ વિસ્તાર તેમજ અતિવસ્તી ધરાવતો દેશ છે, ભારત દેશની ધરતી ' સુજલામ અને સુફલામ ' છે,
સિંધુ ખીણની સંસ્કૃતિ(હડપ્પીય સંસ્કૃતિ)ના લોકોથી આરંભીને આજદિન સુધીના લોકોએ ભારતને પોતાની બુદ્ધિશક્તિ, આવડત અને કૌશલ્ય દ્વારા સમૃદ્ધ બનાવ્યું છે,
માનવસમાજ અને પ્રાણીસમાજ વચ્ચે કોઈ પાયાનો તફાવત હોય તો તે 'સંસ્કૃતિ' છે, સંસ્કૃતિ એટલે માનવમનનું ખેડાણ-સંસ્કૃતિ એટલે 'ગુફા' થી 'ઘર' સુધીની વિકાસ યાત્રા. સંસ્કૃતિ એટલે કોઈપણ પ્રજા સમૂહની આગવી જીવનશૈલી (the way of life) છે.
ભારતીય સંસ્કૃતિનો વારસો ઈતિહાસવિદો અને વિચારકો માને છે કે,સંસ્કૃતિની ઉષા ભારતમાં પ્રગટી હતી. ભારતની સંસ્કૃતિ એટલે सत , चित અને आनन्द ની સંસ્કૃતિ. ભારતની સંસ્કૃતિનું મુખ્ય ધ્યેય 'ધર્મ', 'અર્થ', 'કામ' અને 'મોક્ષ' છે.
WATCH VIDEO
ભારતનો સમૃદ્ધ વારસો
ભારતનો પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસો સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ છે,'વારસો' એ આપણને આપણા પૂર્વજો તરફથી મળેલ અમુલ્ય ભેટ છે
પ્રાકૃતિક વારસો પ્રાકૃતિક વારસામાં પર્વતો, વનો, રણો, નદીઓ, ઝરણાં, સાગરો, ઋતુઓ, તરુઓ, વેલાઓ-લતાઓ, પર્ણો-પુષ્પો, તેમજ જીવજંતુઓનો સમાવેશ થાય છે. ગંગા ,સિંધુ,કાવેરી અને અન્ય નદીઓને આપણે 'લોકમાતાઓ' તરીકે પૂજીએ છીએ.આપણા પ્રાકૃતિક વારસામાં ભૂમિદ્રશ્યો, નદીઓ, વનસ્પતીજીવન અને વન્યજીવનનો ફાળો અગત્યનો અને મૂલ્યવાન છે
RIVERS OF INDIA WATCH VIDEO
સાંસ્કૃતિક વારસો
સાંસ્કૃતિક વારસો એટલે માનવસર્જિત વારસો, માનવીએ પોતાની બુદ્ધિશક્તિ, આવડત, કલા- કૌશલ્ય દ્વારા જે કાંઈ મેળવ્યું કે સર્જ્યું, તેને સાંસ્કૃતિક વારસો કહેવાય. આપણા સાંસ્કૃતિક વારસામાં રાજમહેલો, ઈમારતો, શિલાલેખો, સ્તૂપો, વિહારો, ચૈત્યો, મંદિરો, મસ્જિદો, મકબરા, ગુંબજો, કિલ્લાઓ, દરવાજાઓ, ઉત્ખનન કરેલા સ્થળો તેમજ ઐતિહાસિક સ્મારકોનો સમાવેશ થાય છે.
CULTURAL HERITAGE OF INDIA WATCH VIDEO
WATCH VIDEO
Welcome to India, A Country of 100 Nations!!
ભારતભૂમિ અને તેના લોકો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો