મૂલ્યો-જીવન કૌશલ્યો વિકસાવતી પ્રેરણાદાયક બાલ ફિલ્મો
મૂલ્ય એ છે જે તમે મેળવો છો. કલા અને સાહિત્ય હૃદયને આર્દ્ર કરીને વ્યાપક કરવાનું કાર્ય કરે છે. ઉત્તમ
કૃતિઓએ મનુષ્યને સ્થૂળ-સુક્ષ્મ સીમાડાઓ અને બંધનોમાંથી મુક્ત થઈને વર્તતો
દર્શાવીને ઉત્તમ દષ્ટાંતો પૂરાં પાડ્યાં છે. કલાકૃતિ સીધો ઉપદેશ નથી આપતી.
જીવનનું એવું ચિત્ર પ્રસ્તુત કરે છે કે ઈષ્ટ અને અનિષ્ટમાંથી કોની પસંદગી
કરવી તે મનુષ્ય સહજપણે સમજતો થાય છે.શિક્ષણ એટલે તમારા મગજમાં ભરવામાં આવેલી, આખી જિંદગી સુધી પામ્યા વિના ત્યાં પડી રહીને તોફાન મચાવનારી માહિતીનો ઢગલો નહિ. કોઇ
નાગરિક ખૂબ ભણેલો હોય, ડિગ્રીવાળો-હોદ્દાવાળો હોય, પરંતુ જો પ્રામાણિકતા,
મૂલ્યો તેનામાં ન હોય તો તેનું એ શિક્ષણ વ્યર્થ ગણી શકીએ, ઓસ્કર
વાઇલ્ડે વર્ષો પહેલાં કહ્યું હતું કે અત્યારે લોકો બધાની કિંમત જાણે છે
પરંતુ કોઇ વસ્તુનું મૂલ્ય જાણવા માગતા નથી તે વાત આજે પણ પ્રસ્તુત છે.
ચાર સંસ્થાઓ મૂલ્યશિક્ષણનું કાર્ય કરી શકે છે : (1) કુટુંબ (2) ધર્મસંસ્થા (3) કલા અને સાહિત્ય (4) વિદ્યાલય.
જોઈએ કેટલીક બાળફિલ્મો_ _ _ _ watch on my you tube playlist
1. કરામાતી કોટ આ ફિલ્મમાં રાજુ નામના ગરીબ બાળકને એક લાલ રંગનો કોટ ભેટમાં મળે છે અને એ કોટના ખિસ્સામાં હાથ નાખે એટલે દરેક વખતે એક રૂપિયાનો સિક્કો નીકળે છે અને તેની અને તેના મિત્રોની કિસ્મત બદલી જાય છે. જાદુઈ કોટની જાણ સ્થાનિક ગેંગને થઇ જાય છે અને ત્યાર પછી શું થાય છે ? એ માટે જુવો આ ફિલ્મ
2. કભી પાસ કભી ફેઈલ
એક પ્રતિભાશાળી છોકરો રોબિન, આંકડા અને નંબરો સાથે અસાધારણ ગણતરીની ક્ષમતા ધરાવે છે. ગામના લોકોને તે મદદ કરે છે, તેના કાકા તેને સારી રીતે અભ્યાસ કરાવવા માટે શહેરમાં લઇ જાય છે અને તેની અસાધારણ પ્રતિભાનો પૈસા કમાવવામાં ઉપયોગ કરવા માંડે છે અને બાળક રોબીન મુશ્કેલીમાં મુકાય જાય છે વધુ જાણવા જુવો આ ફિલ્મ
3. ભાગો ભૂત
નાનુને અભ્યાસ કરવો ગમતો નથી. તેને જંગલમાં ભાગો મળે પછી તેઓ તરત મિત્રો બને છે. ભાગો ખરેખર કોણ છે? નાનુ અભ્યાસમાં રસ લેતો થાય છે કે કેમ ? વધુ જાણવા માટે આ ફિલ્મ જુઓ.
Super hit movie Main Hoon Chimpanzee (2004) Dub Hindi version of English movie MXP Most Xtreme Primate…
Super hit movie Main Hoon Dog (1999) Dub Hindi version of English movie The Duke.…
Super hit movie Jaan Se Pyaara Dost Hamara (2004) Dubbed Hindi version of English movie Chestnut.…
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો