પ્રકરણ 2 ભારતનો સાંસ્કૃતિક વારસો : હસ્ત અને લલિત કલા
Handicraft of india
ભારતીય પરંપરા અનુસાર કલા એવી બધી જ ક્રિયાઓને કહેવાય છે, જેમાં કૌશલ્ય અપેક્ષિત હોય."શુક્રનીતિ" અનુસાર કલાઓની સંખ્યા અસંખ્ય છે, છતાં પણ સમાજમાં અતિ પ્રચલિત ૬૪ કલાઓનો આ નીતિમાં ઉલ્લેખ થયેલો જોવા મળે છે.(૧) નર્તન (નૃત્ય), (૨) વાદન, (૩) વસ્ત્રસજ્જા, (૪) રૂપપરિવર્તન, (૫) શૈય્યા સજાવટ, (૬) દ્યૂત ક્રીડા, (૭) સાસન રતિજ્ઞાન, (૮) મદ્ય બનાવટ અને એને સુવાસિત કરવાની કલા, (૯) શલ્ય ક્રિયા, (૧૦) પાક શાસ્ત્ર, (૧૧) બાગકામ, (૧૨) પાષાણ, ધાતુ આદિમાંથી ભસ્મ બનાવવાની કલા, (૧૩) મિઠાઈ બનાવટ, (૧૪) ધાત્વોષધિ બનાવટ, (૧૫) મિશ્ર ધાતુઓનું પૃથક્કરણ, (૧૬) ધાતુમિશ્રણ, (૧૭) નમક બનાવટ, (૧૮) શસ્ત્રસંચાલન, (૧૯) કુસ્તી (મલ્લયુદ્ધ), (૨૦) લક્ષ્યવેધ, (૨૧) વાદ્યસંકેત દ્વારા વ્યૂહરચના, (૨૨) ગજાદિ દ્વારા યુદ્ધકર્મ, (૨૩) વિવિધ મુદ્રાઓ દ્વારા દેવપૂજન, (૨૪) સારથીપણું, (૨૫) ગજાદિની ગતિશિક્ષા, (૨૬) વાસણ બનાવટ, (૨૭) ચિત્રકલા, (૨૮) તળાવ, મહેલ વગેરેના નિર્માણ માટે ભૂમિ તૈયાર કરવાની કલા, (૨૯) ઘંટાદિ દ્વારા વાદન, (૩૦) રંગસાજી, (૩૧) વરાળના પ્રયોગ-જલવાટવગ્નિ સંયોગનિરોધૈ: ક્રિયા, (૩૨) નૌકા, રથાદિ વાહનોનું જ્ઞાન, (૩૩) યજ્ઞ માટેની દોરી બટાવવાનું જ્ઞાન, (૩૪) કાપડ વણાટ, (૩૫) રત્નપરીક્ષણ, (૩૬) સ્વર્ણપરીક્ષણ, (૩૭) કૃત્રિમ ધાતુ બનાવવી, (૩૮) આભૂષણ ઘડવાની કલા, (૩૯) કલાઈ કરવાની કલા, (૪૦) ચર્મકાર્ય, (૪૧) ચામડું ઉતારવાની કલા, (૪૨) દૂધના વિભિન્ન પ્રયોગ, (૪૩) ચોલી વગેરે સીવવાની કલા, (૪૪) તરણ, (૪૫) વાસણ માંજવાની કલા, (૪૬) વસ્ત્રપ્રક્ષાલન (સંભવત: કપડાં ધોવાની તેમ જ ઇસ્ત્રી કરવાની કલા), (૪૭) ક્ષારકર્મ, (૪૮) તેલ બનાવટ, (૪૯) કૃષિકાર્ય, (૫૦) વૃક્ષારોહણ, (૫૧) સેવાકાર્ય, (૫૨) ટોપલી બનાવવાની કલા, (૫૩) કાચના વાસણ બનાવવા, (૫૪) ખેત સીંચાઇ, (૫૫) ધાતુના શસ્ત્ર બનાવવાની કલા, (૫૬) જીન, કાઠી અથવા હૌદા બનાવવાની કલા, (૫૭) શિશુપાલન, (૫૮) દંડકાર્ય, (૫૯) સુલેખન, (૬૦) તાંબૂલરક્ષણ, (૬૧) કલામર્મજ્ઞતા, (૬૨) નટકર્મ, (૬૩) કલાશિક્ષણ, ઔર (૬૪) સાધનાની ક્રિયા.
જે કલાઓમાં હાથોનું કૌશલ્ય પ્રયોજાતું હોય તેને હસ્તકલા કહે છે. જે નીચે મુજબ છે
1. માટીકામ કલા
માટી અને માનવને પ્રાચીનકાળથી જ ખૂબ નજીકનો સંબંધ રહ્યો છે. પ્રાચીન સમયમાં જયારે કોઈપણ પ્રકારની ધાતુની શોધ થઇ નહોતી ત્યારે માટીમાંથી બનાવેલા વાસણોનો ઉપયોગ થતો, જેમાં રમકડાં, ઘડા, કોડિયા, કુલડીઓ,માટીના ચુલા જેવી વસ્તુઓ કુંભાર દ્વારા બનાવવવામાં આવતી.
WATVH VIDEO 1
WATCH VIDEO 2
WATVH VIDEO 1
WATCH VIDEO 2
2. વણાટ અને ભરત ગૂંથણકલા
પાટણ ના પટોળા - પાટણમાં ઉત્પાદિત થતાં રેશમી વસ્ત્ર (બેવડ ઇક્ત )ને પાટણના પટોળા કહેવાય છે .
WATCH VIDEO
રેશમ
એમ કહેવાતું કે ઢાકાની મલમલનો તાકો વીંટીમાંથી પસાર થઇ જતો અને દીવાસળીની પેટીમાં સમાઈ જતો. રેશમના રેષા કઈ રીતે મેળવાય છે ? રેશમને હેન્ડ લૂમ દ્વારા રેશમનું કાપડ બનાવવાની રીત નીચેના વીડિઓ દ્વારા સમજીએ.
WATCH VIDEO
બાંધણી
જામનગર, જેતપુર, ભુજ, માંડવી, વગેરે વિસ્તારો બાંધણી માટે જાણીતા છે. કચ્છના બન્ની વિસ્તારમાં 'જત' જેવી કોમોના ભરત ગુંથણના નમૂના ગુજરાતની ગૂંથણકળાની અદ્ભુત સિદ્ધિ છે.
WATCH VIDEO
WATCH VIDEO
3. ચર્મ ઉદ્યોગ
ચામડું પ્રાચીન ભારતમાં લોકોના રોજીંદા વપરાશમાં એક ચોક્કસ સ્થાન ધરાવતું હતું. પાણી લાવવા લઇ જવા માટે વપરાતી પખાલ-મશકો, લુહારની ધમણો, પગરખા, પાલતું પ્રાણીઓને બાંધવા માટે વપરાતા સાધનો (સાજ, પલાણ, લગામ ), મોજડી, પાકીટ, પટ્ટા વગેરે પ્રચલીત હતા.
ક્વિઝ માટે અહિયાં ક્લિક કરો..ઓન લાઇન માટે.....>...vasantteraiya/quiz
ડાઉનલોડ કરવા.....>..download quiz
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો