મહાભારત - ગ્રંથની રોચક વાતો

 મહાભારત - ગ્રંથની રોચક વાતો

મહાભારત હિન્દુ સંસ્કૃતિની એક અમૂલ્ય ધરોહર છે. શાસ્ત્રોમાં તેને પાંચમો વેદ પણ કહેવામાં આવ્યો છે. તેના રચયિતા મહર્ષિ કૃષ્ણદ્વૈપાયન વેદવ્યાસ છે. મહર્ષિ વેદવ્યાસે આ ગ્રથ વિશે પોતે જ કહ્યું છે કે- यन्नेहास्ति न कुत्रचित्। અર્થાત્ જે વિષયની ચર્ચા આ ગ્રંથમાં નથી કરવામાં આવી, તેની ચર્ચા બીજે ક્યાંય ઉપલબ્ધ નથી. શ્રીમદભાગવતગીતા જેવા અમૂલ્ય રત્ન પણ આ મહાસાગરની જ દેન છે. આ ગ્રંથમાં કુળ મળીને એક લાખ શ્લોક છે, એટલા માટે આ શતસાહસ્ત્રી સંહિતા પણ કહેવામાં આવે છે.
આ ગ્રંથ વિચિત્ર અને રોચક વાતોથી ભરેલું છે. ખૂબ જ ઓછા લોકોની આ ગ્રંથની રોચક વાતોને જાણી છે.

1-મહાભારત ગ્રંથની રચના મહર્ષિ વેદવ્યાસે કરી હતી પરંતુ તેનું લેખન ભગવાન શ્રીગણેશે કર્યું હતું. ભગવાન શ્રીગણેશે એ શરત ઉપર મહાભારતનું લેખન કર્યું કે મહર્ષિ વેદવ્યાસ વગર અટક્યે લગાતાર આગ્રંથના શ્લોક બોલતા રહે. ત્યારે મહર્ષિ વેદવ્યાસે પણ એક શરત રાખી કે હું ભલે વગર વિચાર્યે-સમજ્યે બોલુ પરંતુ તમે કોઈપણ શ્લોકને વગર સમજ્યે ન લખતા. વચ્ચે-વચ્ચે મહર્ષિ વેદવ્યાસે કેટલાક એવા ગ્રંથ બોલ્યે જેને સમજવામાં શ્રીગણેશને થોડો સમય લાગી જતો હતો અને આ દરમિયાન મહર્ષિવેદવ્યાસ અન્ય શ્લોકોની રચના કરી લેતા હતા.

2-મહાભારત ગ્રંથનું વાચન સૌથી પહેલા મહર્ષિ વેદવ્યાસના શિષ્ય વૈશ્યમ્પાયનના રાજા જન્મેન્જયની સભામાં કર્યું હતું. રાજા જન્મેન્જય અભિમન્યુના પૌત્ર તથા પરીક્ષિત રાજાના પુત્ર હતા. તેમને જ પોતાના પિતાના મૃત્યુનો બદલો લેવા માટે સર્પયજ્ઞ કરાવ્યો હતો.

3-ભીષ્મ પિતામહના પિતાનું નામ શાંતનુ હતુ, તેમના પહેલા લગ્ન ગંગા સાથે થાય હતા. પૂર્વજન્મમાં શાંતનુ રાજા મહાભિષ હતા. તેમને મોટા-મોટા યજ્ઞ કરીને સ્વર્ગ પ્રાપ્ત કર્યું. એક દિવસ ઘણા દેવતાઓ અને રાજર્ષિ, જેમાં મહાભિષ પણ હતા, બ્રહ્માજીની સેવામાં ઉપસ્થિત હતા. તે સમયે ત્યાં દેવી ગંગાનું આવવાનું થયું. ગંગાને જોઈ રાજા મહાભિષ મોહિત થઈ ગયા અને એકીટશે તેમને જોવા લાગ્યા. ત્યારે બ્રહ્માજીને કહ્યું- મહાભિષ તું મૃત્યુલોકમાં જાઓ, જે ગંગા તુ જોઈ રહ્યો છે, તે તારું અપ્રિય કરશે અને તું જ્યારે પણ તેની ઉપર ક્રોધ કરીશ ત્યારે આ શ્રાપથી મુક્તિ થઈ જઈશ.

4-બ્રહ્માજીના શ્રાપને લીધે આગલા જન્મમાં મહાભિષ, રાજા પ્રતાપીના પુત્ર શાંતનુ બન્યા. તેમના લગ્ન દેવી ગંગા સાથે થાય. લગ્ન પહેલા ગંગાએ શાંતનુ પાસે એવી પ્રતિજ્ઞા કરાવી હતી કે તેઓ ક્યારેય કોઈ પ્રશ્ન પૂછશે નહીં. શાંતનુએ તેની આ વાત માની લીધી. રાજા શાંતનુ અને ગંગાની આઠ સંતાન થયા. પહેલા સાત બાળકોને ગંગાને જન્મ આપતાની સાથે જ નદીમાં પ્રવાહિત કરી દીધા. વચનબદ્ધ હોવાને લીધે રાજા શાંતનુ ગંગાને કશું જ પૂછી ન શકતા હતા.

5-જ્યારે ગંગા સાતમુ આઠમુ સંતાન નદીમાં પ્રવાહિત કરવા જઈ રહી હતી ત્યારે રાજા શાંતનુએ ક્રોધમાં આવીને તેનું કારણ પૂછ્યું. ત્યારે દેવી ગંગાએ તેમને પાછલા જન્મની વાત પૂરી બતાવી અને તે શાંતનુનું આઠમુ બાળક લઈને બીજે જતી રહી.

6-ધર્મ ગ્રંથો પ્રમાણે તેત્રીસ દેવતા મુખ્ય માનવામાં આવે છે. તેમા અષ્ટ વસુ પણ છે. આ જ અષ્ટ વસુ શાંતનુ અને ગંગાના પુત્રના રૂપમાં અવતરિત થાય કારણ કે તેમને વિશિષ્ટ ઋષિએ મનુષ્ય યોનિમાં જન્મ લેવાનો શ્રાપ આપ્યો હતો. ગંગાએ પોતાના સાત પુત્રોને જન્મ આપતા જ નદીમાં વહાવીને તેમને મનુષ્ય યોનીથી મુક્ત કરી દીધા હતા. રાજા શાંતુનુ અને ગંગાના આઠમા પુત્ર ભીષ્મના રૂપમાં પ્રસિદ્ધ થાય.

7-રાજા શાંતનુના બીજા લગ્ન નિષાદ કન્યા સત્યવતી સાથે થયા. શાંતનુ અને સત્યવતીના બે પુત્ર થયા- ચિત્રાંગદ અને વિત્રિચવીર્ય. ચિત્રાંગદ ખૂબ જ વીર અને પરાક્રમી હતો. એક યુદ્ધમાં તેના જ નામ ગંધર્વરાજ ચિત્રાંગદે તેનો વધ કરી દીધો. ચિત્રાંગદ પછી વિચિત્રવીર્યને રાજા બનાવ્યો. તેના લગ્ન કાશીની રાજકુમારી અંબિકા અને અંબાલિકા સાથે થયા. પરંતુ થોડા સમય પછી જ વિચિત્રવીર્યનું મૃત્યુ થઈ ગયું.

8-મહાભારતમાં વિદુર યમરાજના અવતાર હતા, યમરાજે ઋષિ માન્ડવ્યના શ્રાપને કારણે મનુષ્ય યોનીમાં જન્મ લેવો પડ્યો. વિદુર ધર્મશાસ્ત્ર અને અર્થ શાસ્ત્રમાં ઘણા નિપુણ હતા. તેમને જીવનભર કુરુવંશના હિતો માટે કામ કર્યું.

9-યદુવંશી રાજા શૂરસેનની પૃથા નામની કન્યા અને વસુદેવ નામનો પુત્ર હતો. આ કન્યાના રાજા શૂરસેન પોતાની ફોઈના સંતાનહીન છોકરા કુંતીભોજને ગોદ આપી દીધો હતો. કુંતીભોજે આ કન્યાનું નામ કુંતી રાખ્યું હતું. કુંતીના લગ્ન રાજા પાંડુ સાથે થયા.

10-જ્યારે કુંતી બાલ્યાવસ્થામાં હતી, તે સમયે તેમને ઋષિ દુર્વાસાની સેવા કરી હતી, સેવાથી પ્રસન્ન થઈને ઋષિ દુર્વાસાએ કુંતીને એક મંત્ર આપ્યો હતો જેનાથી તે કોઈપણ દેવતાનું આહ્વાન કરી તેનાથી તે પુત્ર પ્રાપ્ત કરી શકતી હતી. લગ્ન પહેલા આ મંત્રની શક્તિની પરખ કરવા માટે એક દિવસ કુંતીએ સૂર્યદેવનું આહ્વાન કર્યું જેના ફળસ્વરૂપ કર્ણનો જન્મ થયો.

11-મહારાજ પાન્ડુના લગ્ન મદ્રદેશની રાજકુમારી માદ્રી સાથે થયા. એકવાર રાજા પાન્ડુ શિકાર કરી રહ્યા હતા. તે સમયે કિંદમ નામના ઋષિ પોતાની પત્નીની સાથે હરળના રૂપમાં સહવાસ કરી રહ્યા હતા. એ અવસ્થામાં જ રાજા પાંડુએ તેમની ઉપર બાણ ચલાવ્યું. મરતા પહેલા ઋષિ કિંદમે રાજા પાન્ડુને શ્રાપ આપ્યો કે જ્યારે પણ તેઓ પોતાની પત્નીની સાથે સહવાસ કરશે ત્યારે તેઓ એ અવસ્થામાં જ તેમની મૃત્યુ થઈ જશે.

12-ઋષિ કિંદમના શ્રાપથી દુઃખી થઈ રાજા પાન્ડુએ રાજપાટનો ત્યાગ કરી દીધો અને વનવાસી થઈ ગયા. કુંતી અને માદ્રી પણ પોતાના પતિ સાથે વનમાં રહેવા લાગી. જ્યારે પાંડુએ ઋષિ દુર્વાસા દ્વારા કુંતીને આપેલ મંત્ર વિશે જાણ્યું તો તેમને કુંતીને ધર્મરાજાનું આહ્વાન કરવા માટે કહ્યું જેના ફળ સ્વરૂપ ધર્મરાજ યુધિષ્ઠિરનો જન્મ થયો.
આ પ્રકારે વાયુના અશથી ભીમ અને દેવરાજ ઈન્દ્રના અંશથી અર્જુનનો જન્મ થયો. કુંતીએ આ મંત્ર માદ્રીને બતાવ્યો. ત્યારે માદ્રીએ અશ્વિનકુમારોનું આહ્વાન કર્યું, જેના ફલસ્વરૂપ નકુલ અને સહદેવનો જન્મ થયો

13-ધૃતરાષ્ટ્રની પત્ની ગાંધારીએ મહર્ષિ વેદવ્યાસના સો પુત્રોની માતા હોવાનું વરદાન આપ્યું. સમય આવ્યે ગાંધારીને ગર્ભ રહ્યો પરંતુ બે વર્ષ સુધી પેટમાં જ રહ્યો. ઘબરાઈને ગાંધારીએ ગર્ભ પડાવી નાખ્યો. તેના પેટથી લોખંડના ગોળાની સમાય એક માંસપીંડ નિકળ્યું. ત્યારે મહર્ષિ વેદવ્યાસ ત્યાં પહોંચ્યા અને તેમને કહ્યું કે તું સો કુંડ બનાવીને તેને ઘીથી ભરી દે અને તેમના રક્ષણ માટે પ્રબંધ કરો. ત્યારબાદ મહર્ષિ વેદવ્યાસ ગાંધારીના એ માંસ પિંડ ઉપર જળ છાટવાનું કહ્યું. જળ છાટતા જ તે માંસપીંડના 101 ટુકડા થઈ ગયા.

14-મહર્ષિની આજ્ઞાનુસાર ગાંધારીએ એ બધા માંસ પિડોને ઘીથી ભરેલ કુંડોમાં રાખી દીધા. પછી મહર્ષિને કહ્યું કે આ કુંડોને બે વર્ષ પછી ખોલવાના છે. સમય આવ્યે આ કુંડમાંથી દુર્યોધનનો જન્મ થયો અને ત્યારબાદ ગાંધારીના પુત્રોનો. જે દિવસે દુર્યોધનનો જન્મ થયો તે જ દિવસે ભીમનો પણ જન્મ થયો હતો

15-જન્મ લેતા જ દુર્યોધન ગધેડાની જેમ રેંકવા લાગ્યો. તેના શબ્દો સાંભળીને ગધેડા, ગીધ અને કાગડા પણ જોર-જોરથી અવાજ કરવા લાગ્યા, વાવાઝોડુ ચાલવા લાગ્યું, અનેક સ્થાનો ઉપર આગલ લાગી ગઈ, તે જોઈને વિદૂરે રાજા ધૃતરાષ્ટ્રને કહ્યું કે તમારો આ પુત્ર નિશ્ચિત પણે કુળનો નાશ કરનારો હશે, તમે આ પુત્રનો ત્યાગ કરી દો પરંતુ પુત્ર સ્નેહને કારણે ધૃતરાષ્ટ્ર એવું ન કરી શક્યો.

16- Name of 100 kauravas-ગાંધારીનો સૌથી મોટો પુત્ર હતો-દુર્યોધન. ત્યારબાદ 2- દુઃશાસન, 3-દુસ્સહ, 4-દુશ્શલ, 5-જલસંઘ, 6-સમ, 7- સહ, 8- વિંદ, 9- અનુવિંદ, 10-દુદ્રધર્ષ, 11-સુબાહુ, 12- દુષ્પ્રધર્ષણ, 13- દુર્મુર્ષણ, 14- દુર્મુખ, 15- દુષ્કર્ણ, 16- કર્ણ, 17-વિવિંશતો, 18- વિકર્ણ, 19-શલ, 20-સત્વ,21- સુલોચન, 22-ચિત્ર, 23-ઉપચિત્ર, 24-ચિત્રાક્ષ, 25-ચારુચિત્ર, 26-શરાસન, 27-દુર્મુદ, 28- ગુર્વિગાહ, 29-વિવિત્સુ, 30-વિકટાનન, 31- ઊર્ણનાભ, 32-સુનાભ, 33-નંદ, 34-ઉપનંદ, 35-ચિત્રબાણ, 36-ચિત્રવર્મા, 37-સુવર્મા, 38-દુર્વિમોચન, 39-આયોબાહુ, 40-મહાબાહુ41- ચિત્રાંગ, 42-ચિંત્રકુંડળ, 43-ભીમવેગ, 44-ભીમબળ, 45- બલાકી, 46-બળવદ્રધન, 47-ઉગ્રાયુધ, 48-સુષેણ, 49-કુન્ડધાર, 50-મહોદર, 51-ચિત્રયુધ, 52-નિષંગી, 53-પાશી, 54-વૃંદારક, 55-દૃઢવર્મા, 56- દ્રઢક્ષત્ર, 57-સોમકિર્તી, 58-અનુદર, 59-દૃઢસંઘ, 60-જરાસંઘ 61- સત્યસંઘ, 62-સદસુવાક, 63- ઉગ્રશ્રવા, 64-ઉગ્રસેન, 65-સેનાની, 66-દુષ્પરાજય, 67-અપરાજિત, 68- કુન્ડશાયી, 69-વિશાલાક્ષ, 70-દુરાધર, 71- દ્ઢહસ્ત, 72- સુહસ્ત, 73-વાતવેગ, 74-સુવર્ચા, 75-આદિત્યકેતુ, 76-બહ્યાશી, 77-નાગદત્ત, 78-અગ્રયાયી, 79-કવચી, 80-ક્રથન 81-કુન્ડી, 82-ઉગ્ર, 83-ભીમરથ, 84-વીરબાહુ, 85-અલોલુપ, 86-અભય, 87-રોદ્રકર્મા, 88-દૃઢરથાશ્રય, 89-અનાધષ્ય, 90- કુન્ડભેદી, 91-વિરાવી, 92- પ્રમથ, 93-પ્રમાથી, 94-દીર્ધરોમા, 95-દીર્ધબાહુ, 96-મહાબાહુ, 97-વ્યૂઢોરસ્ક, 98-કનકધ્વજ, 99-કુન્ડાશી, અને 100મો પુત્ર વિરજા. 100 પુત્રો સિવાય ગાંધારીની એક પુત્રી પણ હતી જેનું નામ હતું દુશ્શલા. તેનાલગ્ન રાજા જયદ્રથ સાથે થયા હતા.

21-કૌરવો સિવાય ધૃતરાષ્ટ્રનો એક બીજો પુત્ર હતો તેનું ના યુયુત્સુ હતું. જે સમયે ગાંધારી ગર્ભવતી હતી અને ધૃતરાષ્ટ્રની સેવા કરી શકતી ન હતી. તે સમયે એક વેશ્યા કન્યાએ ધૃતરાષ્ટ્રની સેવા કરી હતી, તેના ગર્ભથી તે વર્ષે જ યુયુસ્તુ નામનો પુત્ર જન્મ્યો હતો. તે ખૂબ જ યશસ્વી અને વિચારશીલ હતો.

22-એકવાર દુર્યોધને દગાથી ભીમને ઝેર પીવડાવીને ગંગા નદીમાં ફેંકી દીધો. બેભાન અવસ્થામાં ભીમ વહેતા-વહેતા નાગલોકમાં પહોંચી ગયો. ત્યાં ઝેરીલા નાગોએ ભીમને ખૂબ જ બચકા ભર્યા. જેનાથી ભીમનના શરીરનું ઝેર ઓછું થઈ ગયું અને તે હોશમા આવી ગયો અને નાગોને પટકી-પટકીને મારવા લાગ્યો. આ સાંભળીને નાગરાજ વાસુકી પોતે જ ભીમ પાસે આવી ગયા. તેમના સાથી આર્યક નાગમાં ભીમસેનને ઓળખી ગયા. આર્યક નાગ ભીમસેનના નાના નાના હતા. આર્યક નાગને પ્રસન્ન થઈને ભીમને હજારો હાથીઓનું બળ પ્રદાન કરનારો રસ પીવડાવ્યો, જેનાથી ભીમસેન વધુ શક્તિશાળી થઈ ગયો.

23-પાંડવોના કુળગુરુ કૃપાચાર્ય હતા. તેમના પિતાનું નામ શરદ્વાન હતું, તેઓ મહર્ષિ ગૌતમના પુત્ર હતા. મહર્ષિ શરદ્વાનને ઘોર તપસ્યા કરી દિવ્ય અસ્ત્ર પ્રાપ્ત કર્યું અને ધનુર્વેદમાં નિપુણતા પ્રાપ્ત કરી. આ જોઈ દેવરાજ ઈન્દ્ર પણ ઘબરાઈ ગયા અને તેમને શરદ્વાનની તપસ્યા તોડવા માટે જાનપદી નામની અપ્સરા મોકલી. આ સુંદરીને જોઈને મહર્ષિ શરદ્વાનનો વીર્યપાત થઈ ગયો. તેમનું વીર્ય સરકંડો ઉપર પડ્યું તે બે ભાગમાં વહેચાઈ ગયું. તેનાથી એક કન્યા અને પુરુષ બાળક ઉત્પન્ન થયા. એ બાળ જ કૃપાચાર્ય અને કન્યા કૃપીના નામે પ્રસિદ્ધ થયા.

25-ગુરુ દ્રોણાચાર્ય મહર્ષિ ભરદ્વાજના પુત્ર હતા. એકવાર તેઓ ગંગા સ્નાન કરવા ગયા, ત્યાં તેમને ધૃતાચી નામની અપ્સરાને જળની બહાર આવતા જોઈ. આ જોઈને તેમના મનમાં વિકાર આવી ગયો અને તેમનું વીર્ય સંખલિત થવા લાગ્યું. આ જોઈ તેમને પોતાનું વીર્ય દ્રોણ નામના એક વાસણાં સંગ્રહિત કરી દીધું. તેમાંથી જ દ્રોણાચાર્યનો જન્મ થયો.

25-ગુરુ દ્રોણાચાર્યના લગ્ન કૃપાચાર્યની બહેન કૃપી સાથે થયા. કૃપીના ગર્ભથી અશ્વત્થામાનો જન્મ થયો. તેને જન્મ લેતાની સાથે જ अच्चै:श्रवा અશ્વની સમાન શબ્દ બોલ્યો, તેને લીધે તેનું નામ અશ્વત્થામા પડ્યું. તે મહાદેવ, યમ, કાળ અને ક્રોધના સમ્મેલિત અંશથી ઉત્પન્ન થયો હતો.

26-જ્યારે દ્રોણાચાર્ય શિક્ષણ ગ્રહણ કરી રહ્યા હતા, ત્યારે તેમને જાણ્યું કે ભગવાન પરશુરામ બ્રાહ્મણોને પોતાનું સર્વસ્વ દાન કરી રહ્યા છે. દ્રોણાચાર્ય પણ તેમની પાસે ગયા અને પોતાનો પરિચય આપ્યો. દ્રોણાચાર્યએ ભગવાન પરશુરામે તેમના બધા દિવ્ય અસ્ત્ર-શસ્ત્ર માગ્યા ને તેનો પ્રયોગ, રહસ્ય અને ઉપસંહારની વિધિ પણ શીખી લીધી.

26-દ્રોણાચાર્ય પોતાના પુત્ર અશ્વત્થામાને વધુ પ્રેમ કરતા હતા. તેમને શિષ્યોને પાણી લાવવા માટે જે વાસણ આપ્યા હતા, તેમાં બીજાને તો મોડેથી ભરતા પરંતુ અશ્વત્થામાના વાસણ સૌથી પહેલા ભરાઈ જતા. જેનાથી તેઓ પોતાના પિતાની પાસે પહોંચીને ગુપ્ત રહસ્ય શીખી લેતા. આ વાત અર્જનને જાણી લીધી. ત્યારબાદ અર્જુન વરુણાસ્ત્રથી પોતાનું વાસણ ઝટપટ ભરીને દ્રોણાચાર્ય પાસે પહોંચી જતો. આ કારણ હતું કે અર્જુન અને અશ્વત્થામનું શિક્ષણ એક સરખું થયું.

28-પાંડવો જ્યારે યુવાન થયા હતા તેમની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાવા લાગ હતી. આ જોઈ દુર્યોધને તેમને મારવાની યોજના બનાવી અને વારણાવત નામના સ્થાન ઉપર પોતાના મંત્રી પુરોચન પાસે એક મહેલ બનાવડવ્ય હતો. તે મહેલ સન, રાલ અને લાકડીથી બનેલ હતો જેનાથી તરત જ બળીને રાખ થઈ જાય. દુર્યોધને કોઈ રીતે પાંડવોને ત્યાં મોકલવા માટે રાજી કરી લીધા.

29-જ્યારે પાંડવો વારણાવત જવા લાગ્યા તો વિદૂરજીએ યુધિષ્ઠિરને સાંકેતિક ભાષામાં તે મહેલનું રહસ્ય યુધિષ્ઠિરને બતાવી દીધું અને તેનાથી બચવાના ઉપાય પણ બતાવી દીધા. યુધિષ્ઠિરે વિદૂરજીની બધી વાત સાંભળીને સમજી લીધી. ત્યારે વિદૂરજી હિસ્તિનાપુર પાછા આવી ગયા. આ ઘટના ફાગણ શુક્લ અષ્ઠમી, રોહિમી નક્ષત્રની છે.

30-પાંડવો એક વર્ષ સુધી વારણાવત નગરમાં રહ્યા. એક દિવસ કુંતીને બ્રાહ્મ ભોજ કરાવ્યું. જ્યારે ખાઈ-પીને બધા લોકો ચાલ્યા ગયા તો ત્યાં એક ભીલ સ્ત્રી પોતાના પાંચ પુત્રોની સાથે ભોજન કરવા માગવા આવી અને તે બધા એ રાત્રે ત્યાં જ સૂઈ ગયા. તે રાત્રે ભીમે પોતે જ મહેલમાં આગલ લગાવી દીધી અને ગુપ્ત રસ્તેથી બહાર નિકળી ગયા. લોકોએ જ્યારે સવારે ભીલ સ્ત્રી અને અન્ય પાંચ શબને જોયા તો લાગ્યું કે પાંડવો કુંતી સહિત મરી ગયા છે.

પાંડવોએ દ્રોપદી માટે બનાવ્યો હતો એક ખાસ નિયમ!

 1. ભીમની પત્ની હિડિંબા મૂળ સ્વરૂપથી રાક્ષસી હતી. પરંતુ ભીમને જોઈને તેને પ્રેમ કરવા લાગી હતી અને જ્યારે હિડિંબાએ પોતાના દિલની વાત કુંતીને બતાવી તો તેમને પણ બંનેના મિલનની સ્વીકૃતી આપી દીધી. ત્યારે ભીમે એક શરત રાખી કે જ્યાં સુધી તને એક પુત્ર નહીં થાય ત્યાં સુધી જ હું તારી સાથે રહીશ. પુત્ર થઈ જાય ત્યારે હું પાછો મારા પરિવાર પાસે ચાલ્યો જઈશ.

2. ભીમ અને હિડીંબાના મિલનથી એક મહાપરાક્રમી બાળક પેદા થયો. તે ક્ષણભરમાં જ મોટા-મોટા રાક્ષસો કરતા પણ મોટો થઈ ગયો અને તરત જ યુવાન થઈ ગયો. તેના માથા ઉપર વાળ ન હતા. ભીમ અને હિડિંબાએ તેને ઘટ અર્થાત્ માથાના ઉત્કચ અર્થાત્ કેશહીન જોઈને તેનું નામ ઘટોત્કચ રાખી દીધું.

3. લાક્ષ્યા ભવનની આગથી બચીને પાંડવો એકચક્રા નગરીમાં આવીને એક બ્રાહ્મણના ઘરમાં રહેવા લાગ્યા. તે નગરીની પાસે જ એક બકાસુર નામનો રાક્ષસ રહેતો હતો. તેને ગામવાળા રોજ ભોજન પહોંચાડતા હતા અને જે મનુષ્ય તેની માટે ભોજન લઈને જતો હતો તેને પણ તે ખાઈ જતો હતો. આ રાક્ષસે ભીમને માર્યો હતો.

4. ગુરુ દ્રોણાચાર્યએ જ્યારે પોતાના મિત્ર દ્રપદને પોતાના શિષ્યો દ્વારા પરાજિત કર્યા ત્યારબાદ તેઓ દ્રોણાચાર્ય સાથે બદલો લેવા વિશે વિચારવા લાગ્યા. પછી રાજા દ્રુપદે યાજ નામના એક તપસ્વી પાસે એક યજ્ઞ કરાવ્યો. જેનાથી એક દિવ્ય કુમાર ઉત્પન્ન થયો. તેના માથા ઉપર મુકુટ અને શરીર ઉપર કવચ હતું. ત્યારે આકાશવાણી થઈ કે તે કુમાર દ્રોણાચાર્યને મારવા માટે જ ઉત્પન્ન થયો છે. ત્યારબાદ તે યજ્ઞવેદીથી એક સુંદરી પણ ઉત્પન્ન થઈ. ત્યારે આકાશવાણી થઈ કે આ કન્યાનો જન્મ ક્ષત્રિયોના સંહાર માટે થયો હતો. તેના કારણે કૌરવોને ખૂબ જ ભય રહેશે. દ્રુપદે આ કુમારનું નામ ધૃષ્ટદ્યુમ્ન રાખ્યું અને કન્યાનું નામ દ્રોપદી.

5.  મહાભારતમાં બતાવ્યા પ્રમાણે દ્રોપદી પૂર્વ જન્મમાં ઋષિ કન્યા હતી. લગ્ન ન થવાને લીધે દુઃખી થઈ તે શિવની તપસ્યા કરવા લાગી. તેની તપસ્યાથી ભગવાન શંકર પ્રસન્ન થઈ ગયા અને તેને દર્શન આપ્યા તથા વરદાન માંગવાનું પણ કહ્યું. ભગવાનના દર્શન પ્રાપ્ત કરીને દ્રોપદી ખૂબ જ પ્રસન્ન થઈ ગઈ અને તેને અધીરતાવશ શંકરને પ્રાર્થના કરી કે હું સર્વગુણ સંપન્ન પતિ પ્રાપ્ત કરવા માંગુ છું. ત્યારે ભગવાને તેને વરદાન આપ્યું કે તેને મારી પાસે પાંચ વાર પ્રાર્થના કરી છે એટલે તે પાંચ ભરતવંશી પતિ પ્રાપ્ત થશે. એમ કહીને ભગવાન શંકર આ લોકમાંથી અલિપ્ત થઈ ગયા.

6. જ્યારે પાંડવો પોતાની માતા કુંતી સાથે પાંચાલદેશ જઈ રહ્યા હતા તો રસ્તામાં તેનો વિવાદ ગંધર્વરાજ ચિત્રરથ થઈ ગયો. અર્જુન અને ચિત્રરથ વચ્ચે ભયંકર યુદ્ધ થયું. અંતે અર્જુનનો વિજય થયો. પરંતુ યુધિષ્ઠિરના કહેવાથી અર્જુને તેને જીવતો છોડી દીધો. ત્યારે ચિત્રરથે અર્જુનને ગંધર્વોની ગુપ્ત વિદ્યા શીખવી અને દિવ્ય ઘોડો પણ ભેટરૂપે આપ્યો.
7.  દ્રોપદી સ્વયંવરમાં જતા પહેલા જ પાંડવોના ધૌમ્ય ઋષિને પોતાના પુરોહિત બનાવ્યા. ધૌમ્ય ઋષિ ઉત્કોચક તીર્થમાં રહેતા હતા. તેઓ ધર્મને જાણનાર અને મહાન તપસ્વી હતા. તેમની સાથે જોઈને પાંડવોને લાગ્યું કે હવે સ્વયંવરમાં દ્રોપદી તેમને જ મળશે.

8. પાંચાલનરેશ દ્રુપદ ઈચ્છતા હતા કે તેમની પુત્રીના લગ્ન અર્જુન સાથે જ થાય એટલા માટે તેમને સ્વયંવર માટે એક એવું ધનુષ બનાવ્યું જે કોઈ બીજા માટે ઝૂકી ન શકે અને આકાશમાં એક એવું યંત્ર લગાવી દીધું જે ચક્કર ફરતું રહે. તેની ઉપર જ વેધવાનું લક્ષ્ય રાખ્યું હતું. દ્રપદ જાણતા હતા કે આટલુ કઠિન લક્ષ્ય અર્જુન સિવાય બીજા કોઈ જ નહીં ભેદી શકે.
9. જે દિવસે સ્વયંવરનું આયોજન કરવામાં આવ્યું હતું તે ઉત્સવનો સોળમો દિવસ હતો. દ્રોપદીના સ્વયંવરને જોવા માટે પરાક્રમી રાજા-મહારાજા જ નહીં પણ રુદ્ર, આદિત્ય, અશ્વીનીકુમાર, યમરાજ અને કુબેર વગેરે દેવતાઓ પણ વિમાનો દ્વારા આકાશમાં આવીને સ્થિત થઈ ગયા હતા.

10. જ્યારે કોઈ રાજા-મહારાજા દ્રોપદી સ્વયંવરમાં લક્ષ્ય ભેદી ન શક્યા તો સંન્યાસીના રૂપમાં અર્જુન આવ્યા અને જોત-જોતામાં જ તેને લક્ષ્ય ભેદી નાંખ્યું. દ્રોપદીએ વરમાળા અર્જુનના ગળામાં પહેરાવી દીધી. આ જોઈ ક્ષત્રિય રજાઓ ખૂબ જ ક્રોધિત થયા અને તેને પોતાનું અપમાન માનીને રાજા દ્રુપદને મારવા દોડ્યા. ત્યારે રજા દ્રુપદના રક્ષણ માટે અર્જુન અને ભીમ આગળ આવ્યા અને તેમને ત્યાં ઉપસ્થિત બધા રાજાઓને હરાવી. અંતે ભગવાન શ્રીકૃષ્ણની સમજાવટથી આ યુદ્ધ સમાપ્ત થયું અને અર્જુન દ્રોપદીને લઈને પોતાના ઘરે આવ્યા.

11. દ્રુપદે જ્યારે જાણ્યું કે આ કોઈ સંન્યાસી કોઈ અન્ય નહીં પણ પાંડવો છે તો તેમને બધા પાંડવોને પોતાના મહેલમાં અતિથિના રૂપમાં બોલાવ્યા. પરંતુ જ્યારે તેમને એવું જાણ્યું કે દ્રોપદી પાંચ ભાઈઓની પત્ની થશે તો તેમને તેને ધર્મની વિરુદ્ધ બતાવવા લાગ્યા. ત્યારે ત્યાં મહર્ષિ વેદવ્યાસ આવ્યા અને તેમને દ્રોપદીના પૂર્વજન્મની કથા રાજા દ્રુપદને સંભળાવી.

12. જ્યારે ધૃતરાષ્ટ્ર અને ભીમને જાણ્યું કે પાંડવો જીવિત છે તો તેમને હસ્તિનાપુર બોલાવ્યા. કૌરવો અને પાંડવોમાં વિવાદ ન થાય તેની માટે ધૃતરાષ્ટ્રએ પાંડવોને અડધું રાજ્ય આપી દીધુ અને કહ્યું કે તમે ખાંડવપ્રસ્થમાં પોતાની રાજધાની બનાવો. વ્યાસ વગેરે મહર્ષિઓએ શુભ મૂહુર્તમાં ધરતી માપીને શાસ્ત્રવિધિ પ્રમાણે રાજભવનનો પાયો નાખ્યો. થોડા જ દિવસોમાં તે રાજભવન તૈયાર થઈ સ્વર્ગની સમાન દેખાવા લાગ્યું. યુધિષ્ઠિરે પોતાના રાજ્યનું નામ ઈન્દ્રપ્રસ્થ રાખ્યું.

13. પાંડવોએ દ્રોપદી માટે એક નિયમ બનાવ્યો હતો કે એક નિયમિત સમય સુધી દરેક ભાઈની પાસે દ્રોપદી રહેશે. જ્યારે એક ભાઈ દ્રોપદીની સાથે એકાંતમાં હશે તો ત્યાં બીજો ભાઈ નહીં જાય. જો કોઈ ભાઈ આ નિયમનું ઉલ્લંઘન કરે તો તેને બ્રહ્મચારી થઈને 12 વર્ષ સુધી વનમાં રહેવું પડશે. આ નિયમ પ્રમાણે જ બધા ભાઈઓ દ્રોપદી સાથે રહેતા હતા.

14. એક દિવસ યુધિષ્ઠિરના રાજ્યમાં કેટલાક લુટેરાઓએ એક બ્રાહ્મણની ગાયો લૂંટી લીધી. તે બ્રાહ્મણે અર્જુનની સહાયતા માગી. અર્જુને શસ્ત્ર જે મહેલમાં રાખ્યા હતા તેમાં યુધિષ્ઠિર દ્રોપદીની સાથે બેઠા હતા. નિયમ પ્રમાણે અર્જુને તે મહેલમાં જઈ શકતા ન હતા પરંતુ અર્જુને વિચાર્યું કે જો હું બ્રાહ્મણની સહાયતા નહીં કરું તો તે અધર્મ કહેવાશે. એવું વિચારી નિયમ ભંગ કરીને અર્જુને યુધિષ્ઠિરના મહેલમાં જઈને પોતાના અસ્ત્ર-શસ્ત્ર લઈને આવ્યા અને લૂંટારુઓ પાસેથી બ્રાહ્મણની ગાયો છોડાવીને પાછી આપી દીધી.
15. પ્રતિજ્ઞા ભંગ થવાને લીધે અર્જુન યુધિષ્ઠિરની આજ્ઞા લઈને 12 વર્ષ સુધી વનવાસ ઉપર જતા રહ્યા. વનવાસ દરમિયાન અર્જુન એકવાર ગંગાજીમાં સ્નાન કરી રહ્યાં હતા ત્યારે તેમને નાગકન્યા ઉલૂપીએ કામાશક્ત થઈને જળની અંદર ખેંચી લીધી. ઉલૂપીની કામના પૂર્તિ માટે અર્જુન આખી રાત ત્યાં રહ્યો. બીજા દિવસે ત્યાંથી નીકળીને હરિદ્વારમાં આવી ગયો. ઉલૂપીએ અર્જુનને વરદાન આવ્યું કે કોઈપણ જળચર પ્રાણીથી તેમને કોઈ જ ભય નહીં રહે.

16. વનવાસ દરમિયાન અર્જુન મણિપુર પહોંચ્યો. ત્યાં રાજા ચિત્રવાહન હતા. તેમની કન્યાનું નામ ચિત્રાંગદા હતું. એક દિવસ અર્જુને ચિત્રાંગદાને જોઈ અને તેની ઉપર મોહિત થઈ ગયો. અર્જુને રાજા ચિત્રવાહનની પાસે ગયો અને પોતાનો પરિચય આપીને કહ્યું કે ચિત્રાંગદાનના લગ્ન મારી સાથે કરી દો. ત્યારે રાજા ચિત્રવાહને કહ્યું કે મારી એક જ કન્યા છે હું તેના લગ્ન પુત્રિકાધર્મ પ્રમાણે કરીશ અર્થાત્ તેનો પુત્ર મારો દત્તક પુત્ર ગણાશે અને મારો વંશ આગળ વધારશે. અર્જુને રાજા ચિત્રવાહનની વાત માની લીધી અને ચિત્રાંગદા સાથે લગ્ન કરી લીધા. પુત્ર પ્રાપ્ત થતા જ અર્જુન રાજાની અનુમતિ લઈ પાછો તીર્થયાત્રાએ નિકળી ગયો.
17. વનવાસ દરમિયાન જ્યારે એક દિવસ અર્જુન સૌભદ્રતીર્થમાં સ્નાન કરી રહ્યા હતા તો તેમનો એક પગ મગરમચ્છને પકડી લીધો. અર્જુને તેને ઊઠાવીને ઉપર લઈ આવ્યા. તે સમયે તે મગરમચ્છ એક સુંદર અપ્સરા બની ગઈ. તેને અર્જુનને જણાવ્યું કે તેને એક તપસ્વીએ મને અને મારી સખીઓને શ્રાપ આપીને મગર બાનાવી દીધી હતી. હવે તમે મારી સખીઓનો પણ ઉદ્ધાર કરી દો. ત્યારે અર્જુને તે અપ્સરાની સખીઓનો પણ ઉદ્ધાર કરી દીધો.

18. વનવાસ દરમિયાન અર્જુન પ્રભાસના ક્ષેત્રમાં પહોંચ્યા. આ વાત જ્યારે શ્રીકૃષ્ણએ જાણી તો તેઓ પણ અર્જુનને મળવા પ્રભાસ ક્ષેત્રમાં પહોંચી ગયા. ત્યાંથી શ્રીકૃષ્ણ અર્જુનને દ્વારિકામાં લઈ આવ્યા. એક દિવસ અર્જુને શ્રીકૃષ્ણની બહેન સુભદ્રાને જોઈ તો તેની ઉપર મોહિત થઈ ગયા. સુભદ્રા પણ અર્જુનનું રૂપ જોઈને આકર્ષિત થઈ ગઈ શ્રીકૃષ્ણ બંનેના મનની વાત સમજી ગયા અને તેમને જ અર્જુનને સુભદ્રહરણ કરવાની સલાહ આપી દીધી.
19. એક દિવસ જ્યારે સુભદ્રા રૈવતક પર્વત ઉપર પૂજા કરવા આવી તો અર્જુને તેનું હરણ કરી લીધું. આ વાત જ્યારે યાદવોને જાણી તો તેમને પાંડવો સાથે યુદ્ધ કરવાનું નક્કી કરી લીધું. પરંતુ શ્રીકૃષ્ણએ નીતિગત વચન કહીને બધાને ચૂપ કરી દીધા. ત્યારબાદ અર્જુને સન્માન સાથે બોલાવવામાં આવ્યો અને દ્વારિકામાં તેમના વિધિપૂર્વક તેમના લગ્ન કરાવવામાં આવ્યા.

20. દ્રોપદીના પાંચ પાંડવો દ્વારા એક-એક પુત્ર હતો. યુધિષ્ઠિરના પુત્રનું નામ પ્રતિવિન્ધ્ય, ભીમના પુત્રનું નામ સુતસોમ, અર્જુનના પુત્રનું નામ શ્રુતકર્મા, નકુલના પુત્રું નામ શતાનીક તથા સહદેવના પુત્રનું નામ શ્રુતસેન હતું. અર્જુનનો ચિત્રાંગદા દ્વારા એક પુત્ર પેદા થયો હતો જેનું નામ બ્રભ્રુવાહન રાખવામાં આવ્યું હતું. તે સિવાય અર્જુનને સુભદ્રા દ્વારા પણ એક પુત્ર થયો તેનું નામ અભિમન્યુ રાખવામાં આવ્યું હતું.
21. યુધિષ્ઠિરની એક બીજી પત્ની હતી, તેનું નામ દેવીકા હતું. તેના ગર્ભથી યૌધેય નામનો પુત્ર હતો. ભીમે કાશીરાજની કન્યા બલંધરાથી સર્વગ નામનો પુત્ર ઉત્પન્ન થયો હતો. નકુલની પત્ની કરેણુમતિ દ્વારા નિરમિત્ર નામનો પુત્ર અને સહદેવની પત્ની વિજયાના ગર્ભથી સુહોત્ર નામનો પુત્ર જનમ્યો હતો. અર્જુને નાગકન્યા ઉપૂલીથી પણ લગ્ન કર્યા હતા. અર્જુન સાથેના લગ્ન પછી ઉલૂપીના એક પુત્રનું નામ ઈડાવાન હતું.

22. ધર્મગ્રંથો અનુસાર તેત્રીસ દેવતા મુખ્ય માનવામાં આવ્યા છે. તેમાં અષ્ઠ વસુ પણ હતા. આ અષ્ટવસુ શાંતનું અને ગંગાના પુત્રના રૂપમાં અવતરિત થયા કારણ કે તેમને વશિષ્ઠ ઋષિઓએ મનુષ્ય યોનીમાં જન્મ લેવાનો શ્રાપ આપ્યો હતો. ગંગાએ પોતાના સાત પુત્રોને જન્મતાની સાથે જ નદીમાં વહાવીને મનુષ્ય યોનીથી મુક્ત કરી દીધા હતા. રાજા શાંતનુ અને ગંગાનો આઠમો પુત્ર ભીષ્મના રૂપમાં પ્રસિદ્ધ થયા.

23. એકવાર ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુન યમુના તટ ઉપર જળ વિવાહ કરવા આવ્યા. તે સમયે ત્યાં બ્રાહ્મણના રૂપમાં અગ્નિદેવ આવ્યા અને તેમને ભિક્ષા માગી. અર્જુને જ્યારે તેમને પૂછ્યું કે તમારે કયા પ્રકારનું ભોજન કરવું છે. તો તેમને પોતે જ પરિચય આપતા કહ્યું કે હું ખાંડવ વનને ભસ્મ કરવા માગું છું પરંતુ આ વનમાં દેવરાજ ઈન્દ્રના મિત્ર તક્ષક નાગ પોતાના પરિવાર સાથે રહે છે એટલે ઈન્દ્ર મને ખાંડવ વને બાળવા નહીં દે.

24. અગ્નિદેવની વાત સાંભળીને અર્જુને કહ્યું કે આ સમય આપણી પાસે અસ્ત્ર-શસ્ત્ર નથી અને જો તમે અમારી યોગ્ય અસ્ત્ર-શસ્ત્ર પ્રદાન કરો તો અમે દેવરાજ ઈન્દ્રને પરાજિત પણ કરી દઈશું. ત્યારે અગ્નિદેવે અર્જુનને એક અક્ષય તરકશ, ગાંડીવ ધનુષ અને વાનરચિન્હયુક્ત ધ્વજાથી સુસજ્જિત એક રથ પ્રદાન કર્યો. અગ્નિદેવે ભગવાન શ્રીકૃષ્ણને એક દિવ્ય ચક્ર અને આગ્નેયાસ્ત્ર પ્રદાન કર્યું.
 25. અગ્નિદેવ જ્યારે ખાંડવ વન બાળવા લાગ્યા તો પોતાના મિત્ર તક્ષકને બચાવવા માટે દેવરાજ ઈન્દ્ર ત્યાં આવી ગયા અને મૂશળધાર વર્ષા કરવા લાગ્યા પરંતુ અર્જને પોતાના શસ્ત્રોથી વરસાદને વચ્ચે જ રોકી દીધો. ત્યારે અર્જુન અને દેવરાજ ઈન્દ્ર વચ્ચે યુદ્ધ થયું. ત્યારે ભવિષ્યવાણી થઈ કે- હે ઈન્દ્ર. અર્જુન અને શ્રીકૃષ્ણ સાધારણ માણસ નથી, કે સાક્ષાત નર-નારાયણના અવતાર છે, તું તેમને નહીં જીતી શકે. આ સાંભળીને ઈન્દ્ર ત્યાંથી જતા રહ્યા.

26. ખાંડવ વનની આગથી માત્ર 6 પ્રાણીઓ જ જીવતા બચ્યા. અશ્વસેન સર્પ, ચાર શાર્ગ પક્ષી અને મય દાનવ કારણ કે શાર્ગ પક્ષીઓના પિતા મંદપાલે અને એ પક્ષીઓમાં સૌથી મોટા જરિતારિએ અગ્નિદેવની સ્તુતિ કરી પોતાના રક્ષણનું વચન લીધું હતું.

 27. મય દાનવ જ્યારે ખાંડવ વનની આગથી બચી ભગવા લાગ્યા તો તેને શ્રીકૃષ્ણ અને અર્જુનને પકડી લીધા અને જીવન દાન આપી દીધું. મન દાનવમાં દાનવોના પ્રધાન શિલ્પી હતા. અર્જુને તેમને એક એવી સભાનું નિર્માણ કરવા માટે કહ્યું કે જેની કોઈ જ નકલ ન કરી શકે. મય દાનવમાં માત્ર 14 મહિનામાં જ એક દિવ્ય સભાનું નિર્માણ કરી ધર્મરાજ યુધિષ્ઠિર સાથે ભેટ કરાવી દીધી.

28. મય દાનવ દ્વારા નિર્મિત તે સભા દસ હજાર હાથ લાંબી અને પહોળી હતી. મય દાનવની આજ્ઞાથી આઠ હજાર કિંકર રાક્ષસ એ દિવ્ય સભાની રખવાળી અને દેખભાળ કરતા હતા. એ સભામાં એક સરોવર પણ હતું. તે અનેક પ્રકારે મણિ-માણિક્યથી શોભાયમાન હતું. જોવામાં તે જમીન જેવું લાગતું હતું. અનેક લોકો તેને જોઈને દગો ખાઈ જતા હતા. મય દાનવે ભીમને સોનાની એક દિવ્ય ગદા ભેટ કરી. સાથે જ અર્જુનને એક દેવદન્ત નામનું એક દિવ્ય શંખ પણ ઉપહારમાં આપ્યું.

 28-મય દાનવ દ્વારા નિર્મિત તે સભા દસ હજાર હાથ લાંબી અને પહોળી હતી. મય દાનવની આજ્ઞાથી આઠ હજાર કિંકર રાક્ષસ એ દિવ્ય સભાની રખવાળી અને દેખભાળ કરતા હતા. એ સભામાં એક સરોવર પણ હતું. તે અનેક પ્રકારે મણિ-માણિક્યથી શોભાયમાન હતું. જોવામાં તે જમીન જેવું લાગતું હતું. અનેક લોકો તેને જોઈને દગો ખાઈ જતા હતા. મય દાનવે ભીમને સોનાની એક દિવ્ય ગદા ભેટ કરી. સાથે જ અર્જુનને એક દેવદન્ત નામનું એક દિવ્ય શંખ પણ ઉપહારમાં આપ્યું.

source :- .divyabhaskar.co.in






1 ટિપ્પણી:

  1. આપશ્રીનો ઉપરોક્ત બ્લોગ સરસ છે. તે બદલ આપશ્રીને અભિનંદન....
    જો આપશ્રી પાસે ઓનલાઇન શ્રી સંપૂર્ણ મહાભારત ગુજરાતીમાં હોય તો તે મને આપશો. જેથી તેને વાંચી શકાય.
    મારો મેઇલ આઇડી princeone79@gmail.com છે.

    જવાબ આપોકાઢી નાખો