મેં મારા સરને પૂછ્યું પણ તેમણે મને જવાબ ન આપ્યો.

સ્ત્રી હોય કે પુરૂષ, નાની-મોટી સેક્શુઅલ સમસ્યા તો આવતી રહેતી હોય છે, પરંતુ તેનો કોઇ ઉકેલ નથી હોતો તેમ નથી. સામાન્ય રીતે આપણા દેશમાં લોકો સેક્સની કોઇ સમસ્યા વિશે કોઇને કઈં પણ કહેતાં શરમાતા હોય છે, જેના કારણે તેમની સમસ્યાઓનો ઉકેલ આવવાની જગ્યાએ સમસ્યા વધતી જાય છે.
દરેક માણસના જીવનમાં કોઇક ને કોઇક તબક્કે કોઇક ને કોઇ સેક્શુઅલ તકલીફ આવતી જ હોય છે. પરંતુ આપણા દેશમાં લોકો આવી તકલીફ મિત્રો સાથે શેર કરતાં પણ શરમાય છે અને ડૉક્ટર પાસે તો ભાગ્યે જ જાય છે. તેના કારણે મોટાભાગે સમાસ્યાનું સમાધાન આવવાની જગ્યાએ સમસ્યા વધતી જ જાય છે. આ લેખ કોઇ ઇલાજ માટે નથી, કે કોઇ સલાહ આપવા માટે નથી. આપને કોઇ મુશ્કેલી હોય તો નજીકમાં ડૉકટરની સલાહ લેવી.

બાળક કિશોરા વસ્થામાં પ્રવેશ કરતાં જ મિત્રોને જરૂર પુછે છે કે, મૈથુન કેવી રીતે કરાય? શું તે ક્યારેય મૈથુન કર્યું છે?

કેટલાક કિશોરો શરમના કારણે મૈથુન કરતા હોવા છતાં સ્વિકારતા નથી. તો વળી મૈથુન કરતા હોય તો પણ તેમના મગજમાં એવો વહેમ ગુસી ગયેલ હોય છે કે, મૈથુન કરવાથી લીંગ વાંકુ થઈ જાય છે, અશક્તિ આવે છે, બહુ મહત્વનું વીર્ય નીકળી જાય છે, હાડકાં સૂકાઇ જાય છે વગેરે વગેરે. પરંતુ આવા વહેમ માત્ર એ કારણે જ લોકોના વહેમમાં ફરતા હોય છે, કારણે તેઓ હસ્તમૈથુનનો ઇતિહાસ જાણતા નથી હોતા. આજે અમે તમને જનાવી રહ્યા છીએ, ભલભલાને ગલગલિયાં કરાવી દેતા મૈથુનના ઇતિહાસ વિશે.

જુઓ, હસ્તમૈથુનનો ઇતિહાસ, જે જોઇએ કદાચ તમે પણ જશો ચોંકી.................
ઇતિહાસમાં એક ડોકિયું કરવા જશો તો, ખબર પડશે, દુનિયાનાં ઘણાં પુરાણોમાં પાષાણ યુગમાં અને મધ્યકાલીન યુગમાં હસ્તમૈથુનનું વર્નન કરવામાં આવ્યું છે. આજે પણ તે સમયે હસ્તમૈથુન વિશે લખાયેલ લેખો અને ચિત્રો યથાવત છે. માલ્ટામાં બનેલ 40 લાખ જૂના એક મંદિરમાં દર્શાવેલ એક ચિત્રમાં પણ હસ્તમૈથનું વર્ણન જોવા મળે છે.
ઇતિહાસમાં ઘણી મૂર્તિઓમાં હસ્તમૈથુનની રીતો પણ દર્શાવવામાં આવી છે. તેમાં ભોટાભાગે પુરૂષો માટે હસ્તમૈથુનની વિવિધ રીતો વધારે દર્શાવવામાં આવી છે.  પથ્થરોની વિવિધ મુર્તિઓમાં પણ જોવા મળે છે કે, પુરુષો એકલા જ હસ્તમૈથુન કરતા હતા. પાષાણ યુગમાં પણ પુરૂષો જ્યારે આરામ કરવા જતા ત્યારે હસ્તમૈથુનની મજા માણતા હતા.
આવી જ અવસ્થાઓ સ્ત્રીઓની પણ ઘણી જગ્યાએ દર્શાવવામાં આવી છે. લગભગ ડોઢ હજાર વર્ષ જુના ખજુરાહોના મંદિરમાં પણ મૈથુનની ઘણી ક્રિયાઓ દર્શાવવામાં આવી છે. આ ક્રિયાઓમાં ઘણી જગ્યાએ સ્ત્રીઓ પુરૂષનું લીંગ પકડી મૈથુન કરાવતી પણ જોવા મળે છે.
600 વર્ષ પહેલાંના મિસ્ર ઇતિહાસમાં પણ મૈથુનનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. તે સમયે તો લોકો એમ પણ માનતા હતા કે જ્યારે ઇશ્વર મૈથુન કરે છે, ત્યારે કોઇ ચમત્કાર થાય છે.
મિસ્રમાં હજારો વર્ષો પહેલાં મૈથુનને સ્વાસ્થ્ય માટે બહુ ફાયદાકારક ગણાવવામાં આવતું હતું. સાથે-સાથે સેક્શુઅલ ઇચ્છાઓને સંતોષવા માટે પણ હસ્તમૈથુનને ઉત્તમ રસ્તો માનવામાં આવે છે.
પ્રાચિન સભ્યતામાં પણ સ્ત્રીઓ પણ મૈથુન કરતી હતી.
રોમ ઇતિહાસમાં પણ જણાવવામાં આવે છે કે ગુલામો અને જેલમાં સજા કાપી રહેલ કેદીઓ હસ્તમૈથુનથી તેમની શારિરીક ભૂખ સંતોષતા હતા.
પ્રાચીન મૂર્તિઓને જોવા જઈએ તો ખબર પડે છે કે, તે સમયે માત્ર ડાબા હાથથી જ હસ્તમૈથુન કરવામાં આવતું હતું.
  એક એવી પણ સભ્યતા છે જ્યાં મૈથુનને કોઇ સ્થાન જ નહોતું. આફ્રિકન સંસ્કૄતિ અને ઇતિહાસમાં તો મૈથુન માટે કોઇ શબ્દ જ નથી મળતો. ત્યાં તો મૈથુનને એક ગુના ના રૂપે જોવામાં આવતું હતું.



સ્ત્રી હોય કે પુરૂષ, નાની-મોટી સેક્શુઅલ સમસ્યા તો આવતી રહેતી હોય છે, પરંતુ તેનો કોઇ ઉકેલ નથી હોતો તેમ નથી. સામાન્ય રીતે આપણા દેશમાં લોકો સેક્સની કોઇ સમસ્યા વિશે કોઇને કઈં પણ કહેતાં શરમાતા હોય છે, જેના કારણે તેમની સમસ્યાઓનો ઉકેલ આવવાની જગ્યાએ સમસ્યા વધતી જાય છે.
દરેક માણસના જીવનમાં કોઇક ને કોઇક તબક્કે કોઇક ને કોઇ સેક્શુઅલ તકલીફ આવતી જ હોય છે. પરંતુ આપણા દેશમાં લોકો આવી તકલીફ મિત્રો સાથે શેર કરતાં પણ શરમાય છે અને ડૉક્ટર પાસે તો ભાગ્યે જ જાય છે. તેના કારણે મોટાભાગે સમાસ્યાનું સમાધાન આવવાની જગ્યાએ સમસ્યા વધતી જ જાય છે આજે તમારામાંના જ કેટલાક વાંચકોની સેક્સ સમસ્યાઓના ઉકેલ આપી રહ્યા છે જાણીતા સેક્સોલૉજીસ્ટ ડૉ. પારસ શાહ......

૧. હુ 27 વર્ષનો પરણિત પુરુષ છું. મારા લગ્નને 2 મહિના જ થયા છે. મારે જાણવું છે કે ક્યારે સેક્સ માણવાથી મારી પત્ની પ્રેગ્નેન્ટ થઈ શકે. મારાથી કદાચ અનસિક્યોર સેક્સ થઈ ગયો છે. મારી પત્ની આ મહિનામાં પિરિયડ્સમાં થઈ નથી મારે આટલી ઝડપથી બાળક નથી જોઈતું હું શું કરી શકું?

આ સમસ્યાનો ઉકેલ આપશે સેક્સોલૉજીસ્ટ ડૉ. પારસ શાહ.....


મોટાભાગની સ્ત્રીઓમાં માસિકનાં 12માંથી 18માં દિવસની વચ્ચે સ્ત્રી બિજ છુટુ પડતુ હોય છે. જો આ દિવસોમાં સેક્સ માણવામાં આવે તો બાળક રહેવાની શક્યતા ખૂબ જ રહેતી હોય છે. એટલે આ દિવસોને આપ ફર્ટાઈલ દિવસો પણ કહી શકો.

બાકીના દિવસોમાં રિલેટિવલી શક્યતાઓ ઓછી રહેતી હોય છે પણ જો આપને હાલમાં બાળક ન જોયતું હોય તો ગર્ભનિરોધક ગોળી આપના પત્ની લઈ શકે છે આપ નિરોધનો પ્રયોગ કરી શકો છો. આ સાધનો દ્વારા આપ ગર્ભ ધારણથી દુર થઈ શકો છો.

ઘણી વખત સ્ટ્રેસના કારણે માસિક 2-4 દિવસ આગળ પાછળ થઈ શકે છે જો આપના પત્નીને માસિક ન આવ્યું હોય તો યુરિન પ્રેગ્નેન્સી ટેસ્ટ કરાવી લેવો જોઈએ. આ કોઈપણ મેડિકલ શોપમાં સહેલાઈથી મળી શકે છે જો તે પોઝિટીવ આવે તો આપ આપના ડોક્ટરનો સંપર્ક કરી આગળ વાત કરી શકો છો.

૨. હું હસ્ત્મેથુન કરું છુ મારે જાણવું છે કે હસ્ત્મેથુન કરવાથી શરીર માં શું નબળાય આવે છે કે માણસનામાં પાતળા પણું આવે છે આવું થાય એ વાત સાચી છે.

આ સમસ્યાનો ઉકેલ આપશે સેક્સોલૉજીસ્ટ ડૉ. પારસ શાહ.....


હસ્તમૈથુન એક આદત છે તે કોઈ બિમારી નથી. તેનાથી કોઈ નબળાઈ નપુંસકતા કે કોઈજ પ્રકારની બિમારી થઈ શકતી નથી. મોટાભાગના પુરુષોએ તેમજ સ્ત્રીઓ પણ તેમના જીવનમાં હસ્તમૈથુન માણતા જ હોય છે. એક વખત હસ્તમૈથુન કરવાથી માત્ર 60 કેલેરીનો વ્યય થાય છે. 60 કેલરી એટલે એક લિંબુ પાણીનો ગ્લાસ. જો ખરેખરમાં હસ્તમૈથુન કરવાથી પાતળા થઈ જવાતુ હોય તો દુનિયામાં ભાગ્યે જ કોઈ વ્યક્તિ આપને જાડો જોવા મળશે.

૩. મારી ઉમર ૨૪ વરસ છે મારું લિંગ લંબાઈમાં બરાબર છે પણ જાડુ નથી અને હું સેક્સ પણ ૩૦ સેકન્ડ થી વધારે નથી માણી શકતો  અને એક વાર સેક્સ કર્યા પછી બીજીવાર લિંગ ઉતેજીત પણ નથી થતું મહેરબાની કરી યોગ્ય સલાહ આપશો.

આ સમસ્યાનો ઉકેલ આપશે સેક્સોલૉજીસ્ટ ડૉ. પારસ શાહ.....


લિંગની લંબાઈ અને જાડાઈ વચ્ચેની ગેર માન્યતાઓ સમાજનાં દરેક વર્ગના લોકોમાં જોવા મળે છે પછી ભલે તે શિક્ષિત હોય કે અશિક્ષિત હોય. સ્ત્રીનાં યોનીમાર્ગ એવી જગ્યા છે જ્યાં માસિકના સમયે માસિક આવે છે સેક્સ સમયે સંબંધ પણ અહીં બંધાય છે અને બાળકના જન્મ સમયે બાળક પણ અહીંથી જ આવે છે. સ્ત્રીઓનો યોનીમાર્ગ ઈલાસ્ટિક રબરબેન્ડ જેવો હોય છે.

એક આંગળી નાખશો તો તે એટલો  પહોળો થશે સંભોગ વખતે તે લિંગ જેટલો પહોળો થશે અને બાળકના જન્મ વખતે તે બાળકના માથા જેટલો પહોળો થશે. આમ સ્ત્રીના જાતીય સંતોષ માટે લિંગની જાડાઈ વધુ મહત્વ ધરાવતી નથી.

તેમ છતાં પણ જો આપને જાડાઈ વધારવી હોય તો એક જ રસ્તો છે અને તે છે ફેટના ઈન્જેક્શન. જે માટે આપને એક દિવસ હોસ્પિટલમાં રોકાવું પડતું હોય છે.

પ્રિમેચ્યોર ઈજેક્યુલેશન કહેવાય છે અને મેડિકલ ભાષામાં તેને અર્લી ઓર્ગેઝનિક રિસ્પોન્સ પણ કહેવામાં આવે છે. આના સરળ ઉપાય છે કે, તમે જાતીય સંબંધ નિયમીત પણે બાંધો, વુમન ઓન ટોપ પોઝિશન અપનાવો તેનાથી ફાયદો થશે. ઘણી વખત નિરોધના ઉપયોગથી પણ સમય લંબાવી શકાતો હોય છે જો આ ત્રણેય રસ્તાઓમાંથી કોઈ ઉપાય કામ ન આવે તો આપે દવા લેવાની જરૂર છે.

જો યોગ્ય નિદાન લઈ દવા લેવામાં આવે તો મોટાભાગના કિસ્સાઓમાં માત્ર 3થી 7 દિવસની અંદર પ્રિમેચ્યોર ઈજેક્યુલેશનની તક્લિફમાં ફરક પડવા લાગે છે. પણ તે માટે જરૂરી છે યોગ્ય નિદાન.

દરેક પુરુષની અંદર રિફ્લેક્ટિવ પિરિયડ આવતો હોય છે આ રિફ્લેક્ટિવ પિરિયડ દરેક પુરુષે પુરુષે, એક જ પુરુષમાં અલગ અલગ સમયે અલગ અલગ હોઈ શકે છે જે સામાન્ય વાત છે. પુરુષની અંદર એક વખત સ્ખલન થયા પછી બીજી વખત ઉત્તેજના આવતા વાર લાગતી હોય છે આ સમયગાળાને રિફ્લેક્ટિવ પિરિયડ કહેવામાં આવે છે. આપ નોર્મલ છો આપને બીજી વખત ઉત્તેજના આવતી નથી તે માટે કોઈ દવા કે સારવાર લેવાની જરૂર નથી.
૪. સમસ્યા: હું ૧૮ વર્ષનો છે. મને શુક્રપિંડની આસપાસ વાળ ઊગે છે. આ વાળ કાપવા જોઇએ? મારે એક બીજી વાત પણ પૂછવી છે. મારે પુરુષોમાં સજાતીય સંબંધો વિશે જાણવું છે. મેં મારા સરને પૂછ્યું પણ તેમણે મને જવાબ ન આપ્યો.

આ સમસ્યાનો ઉકેલ આપશે સેક્સોલૉજીસ્ટ ડૉ. પારસ શાહ.....


ઉકેલ: ચૌદથી સત્તર વર્ષની આસપાસ છોકરામાં સેક્સ હોર્મોન્સ ટેસ્ટોસ્ટેરોનનું ઉત્પાદન શરૂ થાય છે, જેનાથી છોકરામાં સેક્સની ઇચ્છા થાય, ઇન્દ્રિયનો વિકાસ થાય, છાતી, બગલ તેમજ ઇન્દ્રિયની આસપાસ વાળ ઊગવાની શરૂઆત થાય છે. આ જ સમયગાળામાં હોર્મોન્સના કારણે તેને પુરુષના પુરુષ સાથેના સંબંધને હોમોસેક્સ્યુઆલિટી તરીકે ઓળખવામાં આવે છે. આવી વ્યક્તિઓમાં એચ.આઇ.વી. એઇડ્સ થવાની શક્યતાઓ વધુ રહેલી છે.

ઘણા બધા સજાતીય સંબંધ ધરાવતી વ્યક્તિઓ બહુગામી અને પ્રોમસ્કિયુઅલ હોવાથી તેઓમાં બીજા જાતીય રોગો જેવા કે સિફિલિસ, ગોનોરિયા વગેરે પણ વધુ પ્રમાણમાં જોવા મળે છે. તેઓ ઘણીવાર હિપટાઇટિસ અને મળાશયની ઇજાઓનો ભોગ પણ બને છે. આ એચ.આઇ.વી. એઇડ્સની બીમારી માત્ર એકવારના સંપર્કથી પણ થઇ શકે છે. ટૂંકમાં એ યાદ રાખવું જરૂરી છે કે થોડીક મિનિટોની મજા લેતાં જિંદગીભરની સજા ન ભોગવવી પડે.

સમસ્યા: હું 28 વર્ષો પુરૂષ છું. ક્યારેક ક્યારેક સ્વપ્નદોષ થાય છે અને બહુ જલદી સ્ખલન પણ થઈ જાય છે. હું હસ્તમૈથુન પણ કરતો નથી. આમ તો શરીરમાં કોઇ નબળાઇ પણ નથી. મારી સગાઇ થઈ ગઈ છે અને એકાદ વર્ષમાં લગ્ન પણ થવાનાં છે. હજી સુધી મેં એકપણ વાર સેક્સ માણ્યું નથી. તો અત્યારે  મને જે બહુ જલદી સ્ખલન થઈ જાય છે, તેની અસર લગ્નજીવન પછી પ્ણ રહેશે ખરી? અને જો તેની કોઇ અસર રહેતી હોય તો, ઉપાય જણાવવા વિનંતિ.
ઉપાય: તમારા પ્રશ્નનો જવાબ તમારા પ્રશ્નમાં જ છુપાયેલ છે. તમે ક્યારેય હસ્તમૈથુન નથી કર્યું તેના કારણે જ આ તકલીફ અનુભવાઇ રહી છે. વીર્ય 24 કલાક બનતું જ રહે છે. જાગતાં, સૂતાં કે અત્યારે તમે આ આર્ટિકલ વાંચી રહ્યા છો ત્યારે પણ તમારા વીર્ય બનવાની ક્રિયા ચાલતી જ હશે. જે રીતે ફેક્ટરીમાં માલ બને અને ગોડાઉનમાં ભેગો થાય એ જ રીતે, એ જ રીતે અંડકોષમાં વીર્યનું ઉત્પાદન થાય છે. છોકરો 13-14 વર્ષનો થાય ત્યારથી જ વીર્યનું ઉત્પાદન શરૂ થઈ જાય છે. પછી આ વીર્ય સેમિનલ નેસિકલ નામની ગ્રંથીમાં ભેગું થાય છે. પાનીનો ગ્લાસ હોય અને તેમાં પાની ભરશો તો ગ્લાસ ભરાઇ જશે. પછી તેમાંનું પાનિ બહાર કાડ્યા વગર બીજુ પાણી ભરશો તો ગ્લાસ ઉભરાઇ જશો. તે જ રીતે કોઇ પુરૂષ હસ્તમૈથુન ના કરે અથવા જાતિય સંબંધ ના બાંધે તો, વીર્ય રાત્રે સ્વપ્નદોષ વાટે નીકળી જાય છે. દરેક પુરૂષના જીવનમાં આવતો આ એક અગત્યનો માઇલસ્ટોન છે. તેનાથી ખબર પડે છે કે, તેની વીર્ય બનવાની ક્રિયા એકદમ બરાબર છે. માટે ઊંઘમાં વીર્યસ્ખલન થાય તો જરા પણ ચિંતા કરવાની જરૂર નથી. અને આ માટે કોઇ ડૉક્ટરને પણ બતાવવાની જરૂર નથી. નબળાઇ માટે હિમોગ્લોબિન અને વિટામીન બી12ની તપાસ કરાવી લો. આની ઊણપથી શરીરમાં નબળાઇ આવી શકે છે.

સમસ્યા: મારી ઊંમર 29 વર્ષ છે. હું નોકરી કરું છું. હજીસુધી મારાં લગ્ન થયાં નથી. હું 16-17 વર્ષનો હતો ત્યારથી જ હસ્તમૈથુન કરું છું. કંટ્રોલ કરવા બહુ પ્રયત્નો કર્યાં, પરંતુ થતો જ નથી. હું નોકરી સાથે ભણું પણ છું, પરંતુ આ આદતના કારણે ભણવામાં પણ મન નથી લાગતું. કેટલીક વાર પરણવાનું મન થાય છે તો કેટલીક વાર નથી થતું. ઘણી છોકરીઓ જોઇ પરંતુ તેમાંથી મોટાભાગની છોકરીઓ ના જ પાડે છે. મારે મારી જાતને મૈથુન કરતો રોકવો છે, તો કોઇ ઉપાય કે દવા ખરી? આખો દિવસ સેક્સના જ વિચારો આવે છે તો, તે રોકવાનો કોઇ ઉપાય ખરો?
ઉપાય: બિમારી હોય તો, ઇલાજ ચોક્કસથી શક્ય છે. હસ્તમૈથુન એક બિમારી નથી, એક આદત છે. મોટાભાગના માણસોએ જીવનમાં એકાદ વાર તો હસમૈથુન તો માણેલ હોય જ છે. અપરણિત પુરૂષોમાં તેનું પ્રમાણ થોડું વધુ જોવા મળે છે. લગ્ન બાદ મોટાભાગના પુરૂષોની આ આદત છૂટતી જાય છે.

હસ્તમૈથુન એક એવી આદત છે, જેનાથી HIV એઇડ્સ જેવી બિમારી, લગ્નેત્તર સંબંધ તથા લગ્નેત્તર સંબંધથી થતી બિમારી તેમજ અનિચ્છનિય ગર્ભાવસ્થાથી બચી શકાય છે. આ ઊંમરે જાતિય સંબંધ બાંધવાનું મન થાય તે એકદમ સામાન્ય વાત છે, પરંતુ જ્યાં સુધી લગ્ન ના થાય ત્યાં સુધી હસ્તમૈથુન એકદમ  યોગ્ય વિકલ્પ છે.

મોટાભાગની છોકરીઓ જીવનસાથીમાં ભણતર, ફેમિલી બેકગ્રાઉન્ડ અને આત્મવિશ્વાસ જ જોતી હોય છે. દેખાવનું પણ ચોક્કસ મહત્વ હોય છે, પરંતુ ઉપરોક્ત બાબતોનું મહત્વ વધુ હોય છે. પોતાના ઉપર વિશ્વાર મેળવવા તમે યોગા પણ કરો શકો છો. શરિશોષ્ઠવ મેળવવા તમે હેલ્થ ક્લબ પણ જોઇન કરી શકો છો. અને પ્રોટિન યુક્ત આહાર લેવાનું રાખો. શરીર ખૂબજ પાતળું હોય તો, Pro-one નામના પાવડરની બેચમચી સવારે અને બે ચમચી સાંજે દૂધ સાથે લેવાનું રાખો. જેનાથી સરીરને ઉત્તમ પ્રોટિન અને વિવિધ મિનરલ્સ મળી રહેશે. આ પાવડર તમને વી એસ હોસ્પિટલની સામે આવેલ મેડિકલ સ્ટોરમાંથી મળી રહેશે.

લગ્ન માટે હંમેશાં થોડી-ઘણી બાંધછોડ તો કરવી જ પડે છે. દરેક વ્યક્તિને ઐશ્વર્યા રાય તો નથી જ મળતી, કારણકે પોતે પણ અભિષેક બચ્ચન નથી જ હોતા.
source: divyabhaskar.com

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો