સોમવાર, 16 સપ્ટેમ્બર, 2019

મોટા યક્ષનો મેળો યક્ષ બોતેરા મંદિર કચ્છ

મોટા યક્ષનો મેળો યક્ષ બોતેરા મંદિર કચ્છ
https://youtu.be/9Twdbc_-X9Q

*મોટા યક્ષનો મેળો યક્ષ બોતેરા મંદિર કચ્છ*
જખદાદાનું મુખ્ય દેવસ્થાન ભુજથી ૩૫ કિમી દૂર, મંજલથી નજીક માતાના મઢના મુખ્ય રસ્તા પર નાનકડી ટેકરી પર આવેલું છે.
આપ આ યક્ષ બોતેરા મંદિરના દર્શન કર્યા છે?
આ જખો કોણ હતા ?
અહીં કચ્છનો મોટો મેળો ભરાય છે. જુઓ આ વિડીયો યુટયુબ પર.
*Like Comment & Share*🙏🙏

👉🏿જખ બોંતેરાના મૂળ વતન વિષે કોઈ માહિતી ચોક્કસ મળતી નથી. કથાઓ અનુસાર તેમનું જહાજ દરિયામાં તૂટી પડતા તેઓ કચ્છને કિનારે આવ્યા હતાં. તેઓ જે સ્થળે ઉતર્યા ત્યાં આજે જખૌ બંદર છે.
👉🏿વર્ણન અનુસાર તેઓ ઊંચા, ગોરા, આધુનિક સંસ્કૃતિમાંથી આવેલ હતા. તેઓની કુલ સંખ્યા ૭૨ હતી જે પૈકી ઓછામાં ઓછી એક સ્ત્રી હતી.
👉🏿શ્રી સાંયરી માંનું મંદિર જખ બોતેરા મંદિર ની પાછળ ઊંચી ટેકરી ઉપર આવેલું છે.
👉🏿દંતકથાઓ જખ બોંતેરાને પુંવર અથવા પુંવર્ણોગઢ સાથે જોડે છે. આ ગઢના અવશેષો આજે પણ કચ્છ જિલ્લાનાં મંજલ ગામની ઈશાન દિશામાં બે માઈલ પર આવેલા છે.
👉🏿પુંવર્ણોગઢ ઈ.સ. ૮૭૮માં કચ્છમાં આવેલા કેરાના સરદાર ઘા અથવા ઘાવના પુત્ર પુંવર અથવા પુંવર્ણે બંધાવ્યો હતો. શક્યત: તે લાખો ફુલાણીનો ભત્રીજો હતો. કુંટંબ સાથે વિખવાદ થતાં પુંવર્ણે નવું નગર બાંધવાનો નિર્ણય કર્યો, જેનું નામકરણ પોતાના નામ ઉપરથી કર્યું. એવું કેહવાય છે કે જ્યારે આ નગરનું બાંધકામ પુરું થયું ત્યારે તેના શિલ્પીના હાથ કાપી નાખવામાં આવ્યા જેથી તે આવું નગર ફરી બીજા કોઈ માટે ન બનાવી શકે.
👉🏿 *યક્ષ એ શબ્દનો કાળક્રમે અપભ્રંશ થઈ જખ શબ્દ બન્યો*. આ જખોનું ઉદ્ગમ અજ્ઞાત છે પણ તેમની એક ઐતિહાસિક પાત્ર તરીકે ગણના થાય છે. તેઓનું વર્ણન ગોરા, સુંદર અને ઘોડા પર સવાર એવા દૈવી કે અલૌકિક પુરુષો તરીકે કરવામાં આવે છે.
👉🏿પ્રચલિત મતો અનુસર જખો હિંદુ અથવા આરબ મૂળના હતા. જખોની ભક્ત એવી સાંઘાર જાતિના લોકોના રીતિરિવાજો હિંદુ અને મુસલમાન ધર્મના મિશ્રણ જેવા હોય છે. પશ્ચિમેથી આવેલા ગોરા ઘોડેસવારો એવું પરંપારિક લોકવર્ણન અને એમને લાગતા પુરાવા દરિયા કિનારાના સ્થાને મળ્યા હોવાથી એવું માનવામાં આવે છે કે તેઓ સમુદ્ર માર્ગે આવ્યા હોવા જોઈએ. 👉🏿આ કારણે જખો ગ્રીક, શક કે શ્વેત હુણ કુળના હોવાની શક્યતા નથી, કારણ કે તે સર્વે જમીન માર્ગે આવ્યા હતાં. તેમને બાદ કરતાં ભારતમાં બહારથી આવનારા લોકોમાં રોમનો (પહેલી સદીમાં), પર્શિયનો (છઠ્ઠી સદીમાં) અને આરબો (આઠમી સદીમાં) બાકી રહ્યાં. તેમાંથી રોમનોને સરળતાથી બાદ કરી શકાય છે કેમકે તેઓએ કચ્છ ઉપર હુમલો કર્યો હોવાની વાત શંકાસ્પદ અને તે સમયે તેઓ ઘોડા લાવ્યાં હોય તે વાત પણ શક્ય લાગતી નથી.
👉🏿અન્ય કથા અનુસાર તેઓ પરોપકારી વ્યક્તિઓ હતાં તેઓ ઘોડા પર પ્રવાસ કરતાં, ગરીબોની સેવા કરતાં અને તેમને ઈશ્વરીય દૂત માનવામાં આવતા. તેઓ લોકોમાં ખૂબ પ્રિય હોવાથી પુંવરને તે પસંદ ન હતાં અને પુંવરે તેમને મારી નખાવ્યા. તેમના બલિદાનની યાદમાં લોકોએ કકડભીટમાં મંદિર ઊભું કર્યું.

👉🏿આજુબાજુની ટેકરીઓના નામ જખો સામે તેમને ધ્રુજારી અનુસાર રાખવામાં આવ્યા છે જેમ કે, નાનાઓ (ડુબાડનાર), ધ્રબવો (ધ્રુજાવનાર), લાખડિયો (લથડાતો, પાણી સમાન અસ્થિર ), અધો ચીની (ચીરાયેલો) વગેરે. તેમાંની એક ટેકરી કકડભીટ કે કકડભટ તરીકે ઓળખાય જે ૭૨ પૈકી સૌથી નાના જખનું નામ હતું.
👉🏿કચ્છ રજવાડાના રાવ દેશળજી દ્વિતીયના રાજકવિ હમીરજી ગઢવીએ ૧૮મી સદીમાં લંકી ટેકરી પર જખોના નામ શોધી કાઢ્યા હતાં.
જખ બોંતેરાની મૂર્તિઓને પ્રાયઃ ઘોડેસવાર લડાવૈયા તરીકે દર્શાવવામાં આવે છે. તેઓ હંમેશા ૭૨ની સંખ્યામાં જ હોય છે તથા તેમના ક્દ જુદા હોય છે.
જખ બોંતેરાના દેવસ્થાનને સ્થાનીય ભાષામાં "થડા" કહેવામાં આવે છે.
👉🏿આ મંદિર સિવાય સમગ્ર કચ્છમાં જખોના બીજા ઘણાં મંદિરો બાંધયા છે. તેમને માનનારી સંઘાર જાતિ સિવાય અન્ય લોકો પણ જખની પૂજા કરે છે. 👉🏿સંત મેકણ દાદા અને કચ્છ રાજ્યના રાજા દેશળજી દ્વીતીયએ જખોના ઘણાં મંદિરો બંધાવ્યા છે.
દર વર્ષે ભાદરવા મહિનાના બીજા સોમવારે કકડભીટની તળેટીમાં જખ બોંતેરાને સમર્પિત એક મેળાનું આયોજન કરવામાં આવે છે, તેને જખબોંતેરાનો મેળો અથવા મોટા જખનો મેળો તરીકે ઓળખવામાં આવે છે. આ મેળો બે કે ત્રણ દિવસ ચાલે છે અને હજારો યાત્રિઓ તે સમયે અહીં આવે છે. આ મેળાને કચ્છનો સૌથી મોટો મેળો ગાણવામાં આવે છે. આ સિવાય ભુજ નજીક નાના યક્ષોનો મેળો નામે એક અન્ય મેળો પણ ભરાય છે.
મીની તરણેતર સમો મોટા યક્ષનો મેળામાં 
કચ્છની લોકસંસ્કૃતિના દર્શન થાય છે
👇👇👇👇👇
તા 15-9-2019 થી મોટા યક્ષનો મેળો યક્ષ બોતેરા મંદિર કચ્છ ખાતે ભરાયેલ છે.
Watch & Share 🙏