શનિવાર, 16 માર્ચ, 2024

સાઇકલની શોહરત અને વૈભવનો જમાનો

*એ એ એએ... ગ..ઇ ......!!!!* કંઇ યાદ આવે છે ?? 

*વર્ષો પહેલાની વાત છે !!*

સવારના છાપુ ખોલીએ અને વાંચવા મળે

 *'એ ... ગઇ ...*

*'એક એટલાસ સાઇકલ કોઇ હરામખોર જ્યુબેલી શાક મારકેટથી ચોરી ગયો'* !!!! 

એની પોલીસ સ્ટેશનમા ફરીયાદ પણ વ્યવસ્થિત દાખલ થતી !! આખા ગામમાં ત્રણ દિવસ તો ચર્ચા ચાલતી કે ચોરી કોણ ગયું હશે??.... કેટલાંક બહાદુર જુવાનિયા આજુ બાજુના ગામ માં જઈ તપાસ પણ કરી આવતાં..........

અત્યારની જેમ નહીં!! ... 

*ઇ જમાનો હતો સાઇકલની શોહરતનો , ઇ જમાનો હતો સાઇકલની સાહુકારીનો , ઇ જમાનો હતો સાઇકલના વૈભવનો !!* 


ફીલમ જોવા જાવ અને બ્લેક & વ્હાઈટમા સ્લાઇડ આવે !!!! 

*એ .... ગઇ ....  !!!*

નીચે સાવધાનીની માહિતિ હોય ...

સાઇકલ સ્ટેન્ડમાં સાઇકલ રાખવી

તાળુ મારવુ 

સાઇકલ પર નામ લખવું 

ચોરાઈ જાય તો પોલીસમાં જાણ કરવી .... વગેરે  વગેરે.....આવી તો જાહેરાતો સિનેમા શરુ થાય તે પેલા બતાંડતા.....બોલો !!!!!!!


*પાર્ક કરેલ સાઇકલ ઉપરથી ખબર પડી જાય કે આ વૈભવી સાઇકલનો વૈભવી માલિક કોણ !!!*

વૈભવના સ્વપ્નમા પણ સાઇકલ હતી !! 


*ચેન કવર પર માલિકના નામની ફેશન !* 

મડ ગાર્ડ, ઇ પણ સાઇકલના પંખા સાથે, અને એમા પણ ફીલમના નામ , જેવા કે કિસ્મત કે આગ વી.વી. !!!


*સીટ કવર અને એમાં ય કંઇક લખેલ હોય !!!*

હેન્ડલ પર મુઠીયા ! 

વિવિધ ગ્રીપ અને કલરના !! 

કેટલાક તો બોપટી જેવા લટકણીયા સાથેના !


એમાં ય ચોમાસુ આવે એટલે આરાને વિવિધ કલરના ક્રોમ ચડાવવાના !! 

વળી એમાં ય કોઇ છૂટછાટવાળો હોય તો એડમીરેકલના ડાયનેમા સાથે વળી લાઇટ ફીટ કરેલ હોય !!!


*આ...હા !*

અને પેલુ છાલકુ શેને ભૂલાઇ ... *બાપનો પ્રેમ તો ઇ છાલકા સાથે છલકાતો !!!* 

અને ... સાથે ....  ટંકોરીનો આવાજ ટ્રીન ટ્રીન !!... 

દૂધવાળો, ટપાલી, છાપાવાળો, ઘરના સભ્યો, દરેકની ટંકોરી મારવાની ખાસિયત 

આ..હા !!!

*ને ઇ સાઇકલ સાથે કંઇક પ્રેમ કહાનીઓ પણ હશે !!*

પેડમેન ફીલમમા અક્ષયકુમારે થોડી ઝાંકી પણ કરાવી !!


*સાઇકલમા પણ ભેદભાવ હતો !!!* લેડીઝ & જેન્ટસ !!!

દાંડા વગરની અને દાંડા વાળી !!!

નાનાં ટાબરિયા વળી ફુગ્ગો ફુલાવી વ્હિલમાં બાંધે ને  આરા સાથે ફુગ્ગો ઘસાય ને......... . .. ટ ર ટ ર ર ર ટ ટ ટ ર ર ર...... .....અવાજ આવે તે સાંભળવાનો પણ એક અદ્ભુત લાહવો હતો હો બાકી..........તમે પણ આ કરેલ હશે.....!!!!!!        🚲🚲🚲🚲અને વળી પાછળના કેરિયલની તો શું વાત કરવી......???? અવળા સવળા કેટલાયને બેસાડીને કેટલોય ભાર ખેંચ્યો હતો ... તોય  ક્યારેય હાંફ નોતી  ચડતી  બોલો....!!!! જોકે તૂટેલ ઘોડી ચડાવી અને સાઈકલ સ્થિર ઊભી રાખવાની શોધ આઈસ્ટાઈનની શોધને પણ આંટી મારે એવી હતી........

*કોઇ પણ ગામના બસ સ્ટેન્ડ કે રેલવે સ્ટેશનની બહાર નીકળો એટલે બે વાહન દેખાય !!!*

એક ઘોડાગાડી અને બીજી સાઇકલ ! સ્ટેશનની સામે જ હોય સાઇકલ ભાડે દેવાની દુકાન !

કદાચ આ વિચાર ઉપરથી જ વિશ્વમા એરપોર્ટ પાસેથી એ જ પધ્ધતિ થી કાર ભાડે દેવાની શરૂઆત થઇ હશે .

પહેલા ગામના પ્રતીષ્ઠીત વ્યક્તિની ઓળખાણ માંગતા , બીજુ કાંઇ નઇ માંગવાનું !!


*યુવાની અને મર્દાનગી દેખાડતુ ઘોડા પછીનુ જો કોઇ સાધન હોય તો એ સાઇકલ હતી !!!* 

તમે માનશો ??!!!

કમનશીબી માત્ર એટલી કે ફીલમમા ઘોડા , બાઇક અને કારને જે મહત્વ મળ્યુ એ સાઇકલ ને ન મલ્યુ !! 


*પેલુ સાઇકલના કરતબ દેખાડતા, ઇ હવે દેખાતા નથી !!*

સતત ચાર ચાર દિવસ સુધી સાઇકલ ચલાવતો એ કસબી અને એને જોવા ભેગી થતી મેદની પણ વિખરાઇ ગઇ અને વિસરાઈ ગઇ !! બીચારો પાપી પેટ કા સવાલ હૈ , માટે એક વ્હીલ પર ચલાવતો, સાઇકલ ચલાવતા ચલાવતા નહાવાનુ , જમવાનુ એવુ વિશેષ પણ કંઇક કંઇક કરતો !! 


*કેવો મારો હારો સમય બદલાય ગયો !!!* 

હવે ઇ સાઇકલ નથી ને હવે એવા ઇ સાઇકલને પ્રેમ કરવા વાળા નથી !!...... પણ અંતે એક પ્રશ્ન જાતને  પૂછવાનું  મન થાય ખરું હો.....!!!  *એલા  , છેલ્લે સાયકલ ક્યારે ચલાવી હતી..????????.....* જવાબ..... વર્ષો વિતી ગયા.....પણ નાં આ તક અત્યારેજ લઇ લો.... ઉપાડો કોઈકની સાઈકલ ( એટલે ચોરવાની વાત નથી ...થોડીવાર  ફેરવવા  માંગવાની વાત છે ).... ........ને નીકળી પડો ફરી એજ બાળપણની સાઈકલ ની દુનિયામાં લટાર મારવા........🚲🚲🚲🚲🚲🚲🚲🚲 *મે ઓર મેરી  પ્યારી સાઈકલ , દોનો ઍક  જાન...*.                                                                                       🚲સાગર