કુટુંબ સભા કરો.... અને.....
એકબીજાને સમજો.....
મનનું મૂકો....
હું રિસાયો...
તમે પણ રિસાયા...
તો પછી આપણને મનાવશે કોણ?
આજે તિરાડ છે..
કાલે ખાઈ બની જશે
તો પછી તેને ભરશે કોણ ?
હું મૌન...
તમે પણ મૌન...
તો પછી આ મૌનને તોડશે કોણ ?
નાની નાની વાતોને દિલથી લગાવીશું..
તો પછી સંબધ નિભાવશે કોણ ?
છુટા પડીને દુઃખી
હું
અને દુઃખી તમે પણ,
તો વિચારો ડગલું આગળ વધશે કોણ ?
ના હું રાજી..
ના તમે રાજી..
તો પછી માફ કરવાની મોટાઈ દેખાડશે કોણ ?
યાદોના ગમમાં ડૂબી જઈશું હું અને તમે..
આપણને ધૈર્ય આપશે કોણ ?
એક અહં મારો...
એક તારી અંદર પણ..
તો પછી આ અહંને હરાવશે કોણ ?
જિંદગી કોને મળી છે હંમેશ માટે..
તો પછી આ વાતને વાગોળવા માટે અહીં રહેશે કોણ ?
આપણા બન્નેનાં મરી ગયા પછી...
આ વાત ઉપર પસ્તાવો કરશે કોણ ?
એટલે જ
એકબીજાનું માન રાખો...
ભૂલોને ભૂલી જાવ..
ઈગોને એવોઇડ કરો.
જિંદગી જેટલી બચી છે, હસતાં હસતાં પુરી કરો.
નમ્ર વિનંતિ છે :- એકવાર નહીં પણ વારંવાર વાંચજો જીવનમાં ઉતારવા લાયક વાત છે:-
પરિવાર સભા કરીએ👌👍
-Dipak Teraiya
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો