મંગળવાર, 12 માર્ચ, 2024

*સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દીકરા / દીકરીઓ માટેની યોજનાઓ

 https://www.sebexam.org/

Common Entrance Test 

*CET* exam 2024🖕 માટેની વેબસાઇટ


https://gssyguj.in/

 CET મેરિટમાં સમાવેશ થયેલ વિદ્યાર્થીઓએ યોજના સિલેક્ટ કરવા માટેની વેબસાઇટ


*સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દીકરા / દીકરીઓ માટેની યોજનાઓ*


ધો. ૧-૫ કે ધો. ૧-૮ *સરકારી અને ગ્રાન્ટેડ* પ્રાથમિક શાળામાં અભ્યાસ કરેલ વિદ્યાર્થીઓ ધો. ૫ / ધો. ૮ ના અંતે રાજય સરકાર દ્વારા લેવાતી CET કોમન એન્ટ્રન્સ ટેસ્ટની પરીક્ષામાં મેરીટમા આવતા વિદ્યાર્થીઓ માટેની નીચે મુજબની યોજનાઓનો લાભ લઈ શકે છે. 

(RTE મુજબ પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓને પણ આ યોજનાનો લાભ મળે છે.) 

👉મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના (ધો. ૯-૧૨) 

👉મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરીટ સ્કોલરશીપ યોજના (ધો. ૬-૮)  

👉જ્ઞાન શક્તિ રેસિડેન્સીયલ સ્કૂલ્સ ઓફ એક્સલન્સ આધુનિક  સગવડ સાથેની ધો. ૬ થી ૧૨ ની નિશુલ્ક નિવાસી શાળા🏫


👉જ્ઞાન શક્તિ ટ્રાયબલ રેસિડેન્સીયલ સ્કૂલ્સ ઓફ એક્સલન્સ 

ધો. ૬-૧૨ નિશુલ્ક નિવાસી શાળા ( ફકત ST Category માટે) 


👉રક્ષા શક્તિ સ્કૂલ્સ

ધો. ૬-૧૨ નિશુલ્ક નિવાસી સૈનિક સ્કૂલ (ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓ માટે ૨૫% બેઠકો) 


*નમો લક્ષ્મી યોજના* 

(ધો.૯-૧૨ : કન્યાઓ માટે) 

👉ધોરણ ૯ અને ૧૦માં ૧૦ મહિના સુધી માસિક રૂપીયા ૫૦૦-૫૦૦ પ્રતિ વર્ષ મળશે, બાકીના રૂપીયા ૧૦ હજાર ધોરણ ૧૦ની બોર્ડની પરીક્ષા પાસ કરવાથી મળશે.


 *નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના* (ધો.૧૧-૧૨ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે) 

👉ધોરણ ૧૧ અને ૧૨માં ૧૦ મહિના સુધી માસિક રૂપીયા ૭૫૦-૭૫૦ પ્રતિ વર્ષ મળશે, બાકીના રૂપીયા ૧૫ હજાર ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષા પાસ કરવાથી મળશે.


*સરકારી અને અનુદાનિત શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ યોજનાઓનો લાભ પરિવારની આવક મર્યાદા ધ્યાને લીધા વિના મળશે.*


 આ યોજનામાં ધોરણ ૧૧ અને ૧૨ સાયન્સમાં ૧૦ મહિના સુધી માસિક રૂપીયા ૧૦૦૦ પ્રતિ વર્ષ, એમ કુલ રૂપીયા ૨૦ હજાર મળશે, બાકીના રૂપીયા પાંચ હજાર ધોરણ ૧૨ સાયન્સની બોર્ડની પરીક્ષા પાસ કરવાથી મળશે


અત્રે ઉલ્લેખનીય છે કે, ધોરણ ૯, ૧૦માં અને કોમર્સ, આર્ટ્સના વિષયો સાથે ધો. ૧૧, ૧૨માં અભ્યાસ કરતી દિકરીઓને 'નમો લક્ષ્‍મી યોજના'નો લાભ મળશે. 

તેમજ ધો.૧૧ ,૧૨ સાયન્સમાં અભ્યાસ કરતા દીકરા-દીકરીઓને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો લાભ મળશે.



*મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરીટ સ્કૉલરશિપ યોજના*

(રાજયના CET મેરિટમાં આવેલા ફકત ૩૦૦૦૦ વિદ્યાર્થીઓ માટે) 

👉 આ યોજના અંતર્ગત જો વિદ્યાર્થીનો આખરી મેરીટ યાદીમાં સમાવેશ થાય અને તે ગુજરાત રાજ્યની કોઈપણ સરકારી કે અનુદાનિત પ્રાથમિક શાળામાં ધોરણ-૬ માં પ્રવેશ મેળવેલ હોય તો નીચે મુજબ સ્કોલરશીપની રકમ મળવાપાત્ર થશે.


ધોરણ ૬ થી ૮ નો અભ્યાસ કરવા માટે વાર્ષિક રૂ.૫,૦૦૦/- ધોરણ ૯ થી ૧૦ નો અભ્યાસ કરવા માટે વાર્ષિક રૂ. ૬,૦૦૦/- ધોરણ ૧૧ થી ૧૨ નો અભ્યાસ કરવા માટે વાર્ષિક રૂ. ૭,૦૦૦/-


👉 આ યોજના અંતર્ગત જો વિદ્યાર્થીનો આખરી મેરીટ યાદીમાં સમાવેશ થાય અને તે નિયામક શાળાઓની કચેરી દ્વારા પસંદ થયેલ ખાનગી શાળાની યાદીમાંની કોઈ શાળામાં ધોરણ-૬ માં પ્રવેશ મેળવેલ હોય તો નીચે મુજબ સ્કોલરશીપની રકમ મળવાપાત્ર થશે.


ધોરણ ૬ થી ૮ નો અભ્યાસ કરવા માટે વાર્ષિક રૂ. ૨૦,૦૦૦/- ધોરણ ૯ થી ૧૦ નો અભ્યાસ કરવા માટે વાર્ષિક રૂ. ૨૨,૦૦૦/- ધોરણ ૧૧ થી ૧૨ નો અભ્યાસ કરવા માટે વાર્ષિક રૂ. ૨૫,૦૦૦/-



*મુખ્ય મંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કૉલરશિપ યોજના*

( CET એકઝામ મેરીટમા સમાવિષ્ટ ૨૫૦૦૦ વિદ્યાર્થીઓ માટે) 

i. ધોરણ ૯ થી ૧૦ નો અભ્યાસ કરવા માટે વાર્ષિક રૂ. ૨૨,૦૦૦/-


ii. ધોરણ ૧૧ થી ૧૨ નો અભ્યાસ કરવા માટે વાર્ષિક રૂ. ૨૫,૦૦૦/-


👉 જે વિદ્યાર્થીઓ સરકારી અથવા કોઈપણ અનુદાનિત શાળાઓમાં શાળાઓમાં ધોરણ ૯ પ્રવેશ મેળવશે તો વિદ્યાર્થીને આ સ્કોલરશીપનો લાભ ધોરણ ૯ થી શરૂ કરી ધોરણ ૧૨ પૂર્ણ કરે ત્યાં સુધી નીચે મુજબ મળવાપાત્ર રહેશે.


ધોરણ ૯ થી ૧૦ નો અભ્યાસ કરવા માટે વાર્ષિક રૂ. ૬,૦૦૦/-


 ધોરણ ૧૧ થી ૧૨ નો અભ્યાસ કરવા માટે વાર્ષિક રૂ. ૭,૦૦૦/-

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો