ગુરુવાર, 14 માર્ચ, 2024

ગજિયો મૂંજો જૉર જલાણો, (૨) જલાણેમેં જૂલેયાં…ભેંણ ગજિયો તી ગાઇયાં…

 ગજિયો મૂંજો જૉર જલાણો,  (૨) જલાણેમેં જૂલેયાં…ભેંણ ગજિયો તી ગાઇયાં…


'ગજિયો' લોક ગીત - લોક નૃત્ય 

કચ્છી પ્રજા જી ઓડખ, કચ્છીએં જો ગૌરવ.. વિગતવાર છણાવટ 

@. ઈ હેકડો શ્રમ ગીત આય, ગજિયો રમેમે જોમ-તાકાત ખપે 

@. ટાણે -અવસરે કચ્છી પ્રજા ભુતકાડ મેં કુરો ક ,અજ કુરો 

@. *ગજિયો* ગાય ને નચે જરૂર !!

@. ગજીયે જો તાલ આય તેંકે       મટકી ચેંતા, જુકો વાવલ જે નજીકજો પ્રસિદ્ધ તાલ- પ્રકાર આય 

@. *ગજિયો* શબદ સાંસ્કૃતિક, ઐતાહાસિક, ભાષાકીય, ને જ્ઞાતિ વિશેષ એડા ઘણે પરીમાણઃ પ્રગટ કરેતો 

આ  કચ્છી ગીત કેટલો સમય  પૂર્વે લખાયું હશે એ કહેવું મુશ્કેલ છે પણ! એટલું જરૂર કહી શકાય કે એ જમાનો હાથવણાટથી બનતા કાપડનો હશે. ‘હજી હમણા જ પરણીને આવેલી નવયૌવનાનું યૌવન ભરપૂર ખીલ્યું છે. અને હાથવણાટના કાપડમાંથી બનાવેલા વસ્ત્ર (ચોડી-કબ્જા) વારંવાર ધોતાં ચડી જાય છે. ટૂંકા થઇ જાય છે. અને યૌવનમાં વિકસિત થયેલા પોતાના અંગોને જોઈને પોતે શરમાય છે. વળી, પરદેશ કમાવા ગયેલા પતિના વિરહમાં તેનો જીવ મૂંઝાય છે. એટલે કહ્યું છે કે; ‘ગજિયો મૂંજો જૉર જલાણું’ અહીં ગજિયાને જીવની ઉપમા આપી છે. આ જીવ ‘જલાણું’ એટલે કે વળગણ લાગવું. હે પ્રિયે! તારા નામનો, તારા દર્શનનો મને વળગણ લાગ્યો છે. કચ્છીભાષામાં ‘જલાણું’ એટલે વળગણ લાગવું.

અહીં જે પહેર્યા છે એ રબારી પહેરવેશના ઉનના હાથ વણાટના જ વસ્ત્રો છે.


ગજિયો - વર્ણન

@. *ગજ* [રેશમ નો પ્રકાર ] માંથી બનાવેલ કમખો જેને કચ્છીમા  "ગજ" અથવા "ગજિયો "કહે છે. એ પહેરેલી જોબનવંતી યુવાન ગૃહિણી જાણે કે, મહામુશીબતે પોતાને સાચવી રહી છે. 

*જાલાણે મેં  જૂરિયાં*  શબ્દ "જોરાઇયેંતી  જલિયાં" નો અપભ્રન્શ હોવો જોઈએ. [ જે છલકાતા યૌવન નો સૂચિતાર્થ દર્શાવે  છે.]


@. બીજી વિચારધારા પ્રમાણે અબડાસામાં "જાલાણૂ "  તળાવના બાંધકામ ની ઘટના જોડે "ગજિયો" નો સંબંધ છે. 

જે બાંધકામ ના એકમ" ગજ" લાંબા"" ગજિયા"નું સૂચન કરી, શહેરી સુખી કુટુંબ માંથી કચ્છના ગામડે પરણેલી યુવા💐 સ્ત્રીના મનોભાવ પ્રગટ કરે છે. શ્રમ ની ક્રિયા ભલે ભારે-ન સમ્ભાળી-સાચવી  શકાય એવી રહી, એનું મન [તોયે] વિચલિત નથી થતું, અને પોતાના ઘરેણા ના સમૃદ્ધ વર્ણન  ને આનંદાનુભિતી ને  એ નૃત્ય જોડે સાંકળે છે.   

આ બને શક્યતાઓ વચ્ચે પ્રથમ વિચારને પ્રાધાન્ય આપવું પડે એવું લાગે છે. ગજ - રેશમના મોંઘામૂલ ના કમખા જોડે  મોંઘેરાં ઘરેણાં સમૃદ્ધિ સૂચક છે.

એની ચરમસીમાએ આ ન્રત્યગીત ભાવક સમક્ષ એક પ્રશ્ન મૂકી જાય છે"નાયિકાની એ સમૃદ્ધિ સ્થૂળ કે આંતરિક?!!"


-શૈલેષ સીંધલ કચ્છ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો